News Continuous Bureau | Mumbai
Rohit Sharma: આઈપીએલમાં ( IPL ) ઘણા ઉલટ ફેર મોટા જોવા મળી રહ્યા છે. ક્રિકેટની સીઝન શરૂ થતા પહેલા જ ખેલાડીઓ એકથી બીજી જગ્યાએ ભાગી રહ્યા છે. ત્યારે હવે એવા સમાચાર આવ્યા છે કે રોહિત શર્મા મુંબઈની ટીમ ( Mumbai Indians ) છોડી દેશે. મીડિયામાં એવા સમાચાર આવ્યા છે કે રોહિત શર્મા બ્લ્યુ જર્સી છોડીને યલો જર્સી પહેરશે એટલે કે ચેન્નઈ ( Chennai Super kings ) ની ટીમમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હાર્દિક પંડ્યા ( Hardik Pandya ) એ ગુજરાત ટાઇટન્સ ( Gujarat Titans ) છોડીને મુંબઈ ઈન્ડિયન્સ નો રસ્તો પકડ્યો છે. ત્યારથી એવી ચર્ચા હતી કે રોહિત શર્મા શું કરશે? હવે આ વાત પરથી પડદો ઉઠી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : JDU: ખાલી ચા બિસ્કીટ મળ્યા સમોસા ક્યાં ગયા? ઇન્ડિયા ની બેઠક બાદ જેડીયુના સાંસદની ટીકા…
ચેન્નઈ ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ( Mahendra Singh Dhoni ) છે. ચેન્નઈ સુપર કિંગ્સ વતી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ચેન્નઈની ટીમમાં જો રોહિત શર્મા સામેલ થાય તો ઘણું સારું રહેશે.