News Continuous Bureau | Mumbai
Sri Lanka Cricket Board: વર્લ્ડકપ 2023 ( World Cup 2023 ) માં ભારત ( India ) ના હાથે શ્રીલંકા ( Sri Lanka ) ની 302 રને હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ( Sri Lanka Cricket Board ) માં ખળભળાટ મચી ગયો હતો. એક અહેવાલ મુજબ મામલો એટલો વધી ગયો કે સરકારે સોમવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું છે.
ભારત સામેની હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ( SLC ) ના અધ્યક્ષ રણસિંઘે શમ્મી સિલ્વાનું ( Ranasinghe Shammi Silva ) રાજીનામું માંગ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાર બાદ સિલ્વા પ્રશાસનના રાજીનામાની ( Resignation ) માંગ સાથે SLC કેમ્પસની ( SLC campus ) સામે પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
Following growing calls to sack the committee of Sri Lanka Cricket (SLC), the SLC board has been suspended and an interim committee led by Arjuna Ranatunga has been appointed by Sports Minister Roshan Ranasinghe.#SriLanka #Cricket #SLC #SriLankaCricket pic.twitter.com/bZFceFwpQa
— India Sports News (@IndiaSportNews) November 6, 2023
ભારત સામેની હાર બાદ વિવાદ સર્જાયો હતો…
મળતી માહિતી મુજબ રોશન રણસિંઘે ભૂતપૂર્વ વર્લ્ડકપ વિજેતા કેપ્ટન અર્જુન રણતુંગાના નેતૃત્વમાં વચગાળાની સાત સભ્યોની સમિતિની નિમણૂક કરી હતી. આ સિવાય રમતગમત મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રણસિંઘે દ્વારા 1973ના સ્પોર્ટ્સ એક્ટ નંબર 25 હેઠળ કમિટીની નિમણૂક કરવામાં આવી છે અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે અર્જુન રણતુંગાની નિમણુક કરવામાં આવી છે. રાણાસિંઘે દ્વારા નિયુક્ત નેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલના વડા રણતુંગા સિલ્વા પ્રશાસન પર સવાલો ઉઠાવી રહ્યા છે. સિલ્વા મે મહિનામાં સતત ત્રીજા કાર્યકાળ માટે SLC ચીફ તરીકે ચૂંટાયા હતા જેમનો સમયગાળો 2025 સુધી ચાલવાનો હતો.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023 : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે કર્યું ક્વોલિફાઈ.. જાણો વિગતે અહીં…
2 નવેમ્બરે વર્લ્ડ કપ 2023માં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ ટીમના કોચ અને મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે મેચ બાદ ટીમના હેડ કોચ પણ ખેલાડીઓનો બચાવ કરતા જોવા મળ્યા હતા. આ કારમી હાર બાદ સરકારે સોમવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું છે.