Site icon

Hardik Pandya Divorce: ક્યાં છે હાર્દિક પંડ્યા? ભારતીય ટીમ સાથે યુએસએ નથી પહોંચ્યો; છૂટાછેડાના સમાચાર વચ્ચે હાર્દિકે દેશ કેમ છોડ્યો?

Hardik Pandya Divorce: ભારતીય ટીમના પ્લેયરોએ 25મી મેના રોજ T20 વર્લ્ડ કપ માટે ઉડાન ભરી હતી. જો કે, આ ટીમમાં હાર્દિક પંડ્યા જોવા મળ્યા ન હતા. જેથી હાલ છૂટછેડાના સમાચાર વચ્ચે હાર્દિક પંડ્યા ક્યાં છે. તે વર્લ્ડકપ T20 માટે ક્યારે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે એવા સવાલો હાલ ઉભા થયા છે.

Where is Hardik Pandya Did not reach the USA with the Indian team; Why did Hardik leave the country amid the news of divorce

Where is Hardik Pandya Did not reach the USA with the Indian team; Why did Hardik leave the country amid the news of divorce

News Continuous Bureau | Mumbai 

Hardik Pandya Divorce: T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં શરૂ થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 25 મેના રોજ ભારતીય ખેલાડીઓની પ્રથમ બેચ યુએસએ ( USA ) જવા રવાના થઈ હતી. જેમાં કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા સહિત 12 ખેલાડીઓ સામેલ હતા. જેમાં હવે રિઝર્વ ખેલાડીઓ શુભમન ગિલ અને ખલીલ અહેમદ પણ યુએસએ પહોંચી ગયા છે. પરંતુ હાર્દિક પંડ્યા આ ગ્રૂપમાં ક્યાંય જોવા મળ્યો ન હતો, જ્યારે તેની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે હાર્દિકનું યુએસએ ન પહોંચવું ચોક્કસપણે ચાહકો માટે ચિંતાનો વિષય છે. 

Join Our WhatsApp Community

રવિવારે ક્રિકબઝે એક અહેવાલ જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે છૂટાછેડાના સમાચાર વચ્ચે હાર્દિક પંડ્યા હાલમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિક ( Natasa Stankovic ) સાથે કોઈ અજાણ્યા વિદેશી સ્થળ પર વેકેશન મનાવી રહ્યો છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન બાદ જ હાર્દિકે ભારત છોડી દીધું હતું. નોંધનીય છે કે, હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ ( Mumbai Indians ) પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી અને પ્લેઓફમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટી-20 વર્લ્ડ કપ 2024માં વાઈસ-કેપ્ટન બનેલો હાર્દિક ન્યૂયોર્કમાં ભારતીય ટીમના કેમ્પમાં સીધો જ મેચમાં ( T20 World Cup 2024 ) જ જોડાશે.

  Hardik Pandya Divorce: હાર્દિક ક્યારે ન્યૂયોર્ક પહોંચશે તે હજુ નક્કી નથી..

હાર્દિક ક્યારે ન્યૂયોર્ક પહોંચશે તે હજુ નક્કી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે છૂટાછેડાના સમાચારની તેના વર્લ્ડ કપના પ્રદર્શન પર કોઈ અસર નહીં પડે. તેમના સિવાય સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, રિંકુ સિંહ IPL 2024 પ્લેઓફમાં રમ્યા હતા. આ ખેલાડીઓ હજુ સુધી યુએસએ ગયા નથી. તે જ સમયે, વિરાટ કોહલીએ RCBના પ્લેઓફમાંથી બહાર થયા પછી BCCI પાસેથી વધુ બ્રેકની માંગ કરી હતી, તેથી તે પણ હજુ સુધી ભારતીય ટીમના ( Team India ) કેમ્પમાં સામેલ થઈ શક્યો નથી.

આ સમાચાર પણ વાંચો :  Shahid kapoor: શાહિદ કપૂરે મુંબઈ ના આ એરિયા માં ખરીદ્યુ આલીશાન ઘર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. આ જૂથમાં પાકિસ્તાન, આયર્લેન્ડ, યુએસએ અને કેનેડા નો સમાવેશ થયો છે. ભારત તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે, જ્યારે 9 જૂને ટીમ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારત 12 જૂને યુએસએ અને 15 જૂને કેનેડા સામે ટકરાશે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

રિઝર્વ પ્લેયર્સ – શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

Ashes 2025-26: 1936-37 માં 0-2ની હારને ઑસ્ટ્રેલિયાએ 3-2થી પલટી! શું બેન સ્ટોક્સની ઇંગ્લેન્ડ 89 વર્ષ જૂનો ઇતિહાસ દોહરાવશે?
Puducherry: પુડુચેરીમાં ક્રિકેટ ટીમમાં સીધો પ્રવેશ, BCCIની નાક નીચે મોટો ગોટાળો, કોણ છે આ સ્કેમનો માસ્ટરમાઇન્ડ?
T20 World Cup 2026: ક્રિકેટ દેખાડવા મામલે પૈસાનો લોચો: ICCને JioStarનો ઝટકો, ૨૫,૭૬૦ કરોડનું નુકસાન!
IND vs SA: ઇતિહાસ રચાયો! વિરાટ કોહલીએ સચિનનો ODI મહારેકોર્ડ તોડ્યો, રોહિત શર્મા વનડે સિક્સર કિંગ બન્યો!
Exit mobile version