News Continuous Bureau | Mumbai
World Cup 2023: ભારત (India) માં હાલ વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે. દેશભરમાં કરોડો ફેન્સ મેચના સમય દરમિયાન ટીવી અને મોબાઈલ સામે ગોઠવાય જાય છે અને મેચની ( Cricket Match ) મજા લે છે. વર્તમાન સમય દર્શકોની મેચ જોવાની સંખ્યામાં વધારો નોંધાયો છે અને તેમ પણ મોબાઈલ ( Mobile ) પર મેચ જોનાર લોકોની સંખ્યા ખૂબ જ વધી છે.
5 નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેના મુકાબલામાં પણ કરોડો લોકોએ મેચ નિહાળી હતી, જેમાં ઈન્ટરનેટ દ્વારા મોબાઈલ પર મેચ જોનાર લોકોની સંખ્યા 4 કરોડથી પણ વધુ નોંધાઈ હતો. 4.4 કરોડથી વધુ લોકોએ મેચ ડિઝની પ્લસ હોટ સ્ટાર ( Disney Plus Hot Star ) પર મેચ જોઈ હતી. જે સંખ્યા ખૂબ જ મોટી છે.
ભારતીય રાજકારણી અને ભૂતપૂર્વ IAS અધિકારી, હાલમાં 2021 થી ભારત સરકારમાં 39મા રેલ્વે મંત્રી, 55મા સંચાર મંત્રી અને 2જી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી તરીકે સેવા આપતા અશ્વિની વૈષ્ણવે ( Ashwini Vaishnaw ) આ અંગે સોશિયલ મીડીયા પર એક ફોટો પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.
विराट का शतक
और
4.4 करोड़ दर्शकIndia enjoys lowest cost of data. #DigitalIndia का कमाल।#INDvSA pic.twitter.com/9QKDKTt2Fl
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 5, 2023
આ સમાચાર પણ વાંચો : Mumbai: વિદ્યાવિહાર ફ્લાયઓવર માટેનો બીજો ગર્ડર સફળતાપૂર્વક બેસાડાયો… જાણો આ પ્રોજેક્ટનો કેટલો છે ખર્ચ.. વાંચો વિગતે અહીં
ઈન્ટરનેટની એક્સેસ અને ડેટાની સસ્તી કિંમતે ભારતની ડિજિટલ લેન્ડસ્કેપને બદલી નાખી…
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પોસ્ટ કરતાં લખ્યું કે, ઈન્ટરનેટની એક્સેસ અને ડેટાની સસ્તી કિંમતે ભારતની ડિજિટલ લેન્ડસ્કેપને બદલી નાખી છે. ક્રિકેટ વર્લ્ડ કપ જે ભારતે 2011 માં જીત્યો હતો, અમને યાદ છે કે લોકો ભારતની રમત જોવા ટીવી શોરૂમની બહાર ભેગા થયા હતા. હવે જોવાનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. લોકો મોબાઈલ ફોન પર ઓનલાઈન ક્રિકેટ જોઈ રહ્યા છે.
4.4 કરોડ એકસાથે જોવાઈ જ્યારે વિરાટ કોહલીએ આજે સદી ફટકારી છે, તે ડિજિટલ ઈન્ડિયા માટે સફળતાની સ્પષ્ટ નિશાની છે. પીએમ નરેન્દ્ર મોદીજીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન ડિજિટલ વિભાજનને દૂર કરવાનું છે. આજે અમે એક ટીમ તરીકે જીત્યા છીએ. ટીમ ઈન્ડિયા, ટીમ ડિજિટલ ઈન્ડિયા.