News Continuous Bureau | Mumbai
World Cup 2023: વર્લ્ડ કપ 2023 ની 17મી મેચમાં બાંગ્લાદેશ (IND vs BAN) ને 7 વિકેટે હરાવીને ભારતે ( Team India ) સતત ચોથી જીત નોંધાવી છે. આ દરમિયાન કોહલીએ ( Virat kohli ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26000 રન પણ પૂરા કર્યા. આ સમયગાળા દરમિયાન તેણે ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકરનો ( Sachin Tendulkar ) રેકોર્ડબ્રેક કર્યો છે. સચીનને પણ પાછળ છોડી દીધો છે. કોહલીએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી, જેણે 88 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. વિરાટ એક છેડે મક્કમ રહ્યો અને શુભમન ગિલ, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ સાથે નાની પણ ઉપયોગી ભાગીદારી કરીને ભારતને શાનદાર વિજય અપાવ્યો.
India chase down the Bangladesh total with 51 balls to spare for their fourth successive #CWC23 win ⚡#INDvBAN 📝: https://t.co/otNXqljKwn pic.twitter.com/QUTkIaXha6
— ICC (@ICC) October 19, 2023
વિરાટે 97 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 103 રન બનાવ્યા હતા. મેચ વિનિંગ સદી રમવા બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ ( Player of the match ) પસંદ કરવામાં આવ્યો હતો. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 26000 રન પૂરા કરનાર ખેલાડી બન્યો છે. તેણે 567 ઈનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. આ પહેલા આ રેકોર્ડ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના નામે હતો. જેણે 601 ઇનિંગ્સમાં 26 હજારનો આંકડો સ્પર્શ કર્યો હતો. હવે વિરાટ સૌથી ઝડપી છવીસ હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ( ODI International Cricket ) કારકિર્દીની 48મી સદી ફટકારી હતી
વિરાટે ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 48મી સદી ફટકારી હતી. તે હવે સચિન તેંડુલકરની 49 વનડે સદીથી એક સદી દૂર છે. જો વિરાટ વર્તમાન વર્લ્ડકપમાં આવું જ પ્રદર્શન ચાલુ રાખશે તો તે ચોક્કસપણે સચિનનો રેકોર્ડ તોડી નાખશે. હાલમાં ODIમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. કોહલીએ ટેસ્ટમાં 29 સદી અને વનડેમાં 48 સદી ફટકારી છે. વિરાટે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી છે.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ગાઝામાં હોસ્પિટલ બાદ હવે ચર્ચ પર હુમલો! મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા, આરોપ-પ્રત્યારોપ શરૂ. જાણો સંપુર્ણ મામલો વિગતે.. વાંચો અહીં…
વિરાટ કોહલીએ પુણેમાં 551 રન બનાવ્યા છે. ભારતમાં કોઈપણ એક સ્થળે ODIમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ ટોચ પર છે. વિરાટ કોહલીએ વિશાખાપટ્ટનમમાં સૌથી વધુ 587 રન બનાવ્યા છે. સચિને બેંગલુરુમાં 534 રન બનાવ્યા છે. વર્લ્ડકપના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોહલીએ ચેઝ કરતી વખતે સદી ફટકારી હોય.