News Continuous Bureau | Mumbai
12th fail: 12 મી ફેલ એ વર્ષ 2023 ની સુપર હિટ ફિલ્મ છે. થિયેટરમાં ધૂમ મચાવી રહેલીઆ ફિલ્મ ઓટિટિ પર પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે આઇએમડીબી રેટિંગ માં 12 મી ફેલે ટોચ નું સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મ માં વિક્રાંત મેસી અને મેધા શંકરે મનોજ શર્મા અને શ્રદ્ધા જોશી ની ભૂમિકા ભજવી છે.આ ફિલ્મે તેની ઉત્તમ વાર્તા અને કલાકારોના શાનદાર અભિનયથી ધૂમ મચાવી હતી. હાલમાં મેધા શંકરે આ ફિલ્મમાં તેના પાત્રને મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદ માટે દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મેધા શંકરે શેર કર્યો વિડીયો
ફિલ્મ 12 મી ફેલ માં શ્રદ્ધા જોશી ના પાત્ર માં જોવા મળેલી અભિનેત્રી મેધા શંકરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેની સાથે તેને કેપ્શનમાં લખ્યું છે કે, ‘’આ હવે અમારી ફિલ્મ નથી પણ તમારી ફિલ્મ છે, તમે આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો છે, તે માટે તમારો આભાર. 12મી ફેલ 12 અઠવાડિયાથી સતત થિયેટરોમાં ચાલી રહી છે! કૃપા કરીને તેને તમારા નજીકના થિયેટરમાં જુઓ. તમારા મિત્રો અને પરિવાર સાથે મોટી સ્ક્રીન પર આ જાદુઈ ફિલ્મનો આનંદ માણો. તમારા બધાને ખૂબ પ્રેમ, દરેક વસ્તુ માટે આભાર.’
વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ IPS મનોજ શર્માની સત્ય ઘટના પર આધારિત છે. જેમાં મેધા શંકરે મનોજ શર્માની પત્ની અને IRS શ્રદ્ધા જોશીનો રોલ કર્યો છે. તો વિક્રાંત મેસી એ IPS મનોજ શર્મા ની ભૂમિકા ભજવી છે. નોંધનીય છે કે છે કે 12મી ફેલ ઓસ્કાર 2024 માટે સ્વતંત્ર નોમિનેશન તરીકે મોકલવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: શું કંગના રનૌત ને મળી ગયો તેનો પ્રેમ? મિસ્ટ્રી મેનનો હાથ પકડેલી જોવા મળતા લોકો એ લગાવ્યો આ ક્યાસ