Site icon

Mumbai Actress son suicide: કાંદિવલી માં બની ચકચાર મચાવનાર ઘટના, ટીવી સિરિયલ માં કામ કરનાર અભિનેત્રીના પુત્રે આ કારણ થી કરી આત્મહત્યા

Mumbai Actress son suicide: ટીવી સિરિયલ માં કામ કરનાર અભિનેત્રીના પુત્રે 57મા માળેથી કૂદીને આત્મહત્યા કરી, માત્ર 14 વર્ષના પુત્રે ટ્યુશન માટે થયેલા વાદ બાદ ઉગ્ર પગલું ભર્યું કાંદિવલીમાં ચકચાર મચી ગયો છે.

14 Year Old Son of TV Actress Dies by Suicide from 57th Floor in Kandivali

14 Year Old Son of TV Actress Dies by Suicide from 57th Floor in Kandivali

News Continuous Bureau | Mumbai

Mumbai Actress son suicide: મુંબઈના કાંદિવલી વિસ્તારમાં બુધવાર સાંજે એક હ્રદયદ્રાવક ઘટના બની, જ્યાં જાણીતી ગુજરાતી ટેલિવિઝન અભિનેત્રીના 14 વર્ષના પુત્રે 57મા માળેથી કૂદીને આત્મહત્યા કરી દીધી ઘટના સી બ્રોક બિલ્ડિંગમાં બની હતી, જ્યાં આ પરિવાર રહેતો હતો.

Join Our WhatsApp Community

ટ્યુશન માટે થયેલા વિવાદ બાદ ઉગ્ર પગલું

પ્રાથમિક માહિતી મુજબ, માતાએ પુત્રને ટ્યુશન ક્લાસ માટે જવા કહ્યું હતું, પણ પુત્ર તૈયાર નહોતો. બંને વચ્ચે વાદ થયો અને ગુસ્સામાં આવીને પુત્રે બિલ્ડિંગના ટોચના માળે જઈને નીચે કૂદી પડ્યો. ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું.મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પંચનામું કર્યું. હાલમાં આ કેસને ‘અપઘાતી મૃત્યુ’ તરીકે નોંધવામાં આવ્યો છે. જોકે, હજુ પણ પ્રશ્નો છે કે શું કોઈએ તેને કૂદતા જોયું? અને શું અન્ય કોઈ કારણ પણ જવાબદાર છે? પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Vikrant Massey: વિક્રાંત મેસી એ પુત્રના જન્મ પ્રમાણપત્રમાં ધર્મ ની કોલમ ખાલી રાખતા ઉઠ્યા સવાલ, અભિનેતા એ તેનું કારણ આપતા આપ્યો આવો જવાબ

આ ઘટના બાદ સી બ્રોક બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. આ દંપતીનો આ એકમાત્ર પુત્ર હતો. પરિવાર અને નજીકના લોકો ભારે શોકમાં છે.

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version