Dhurandhar 2 Song: ‘રણવીર સિંહનો જાદુ! ‘ધુરંધર 2’ માં 36 વર્ષ જૂના રોમેન્ટિક ગીતનો નવો અવતાર, ‘રિવન્જ એન્થમ’ બનતા જ મચાવી ધૂમ.

Dhurandhar 2 Song: આમિર ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ ‘દિલ’ ના ગીતનો નવો અવતાર; ‘હમ પ્યાર કરને વાલે’ ગીતે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ.

by Zalak Parikh
36-year-old romantic hit becomes 'Revenge Anthem' in 'Dhurandhar 2'; Remix of Aamir-Madhuri song goes viral with 6.3 million views.

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Song: આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ અત્યારે બોક્સ ઓફિસ પર તો તોફાન મચાવી જ રહી છે, પરંતુ તેના ગીતોએ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર સનસનાટી મચાવી દીધી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં એક પણ નવું ગીત નથી, તેમ છતાં જૂના ગીતોના રિમિક્સ વર્ઝન જેન ઝી ની જુબાન પર ચડી ગયા છે. ખાસ કરીને 36 વર્ષ જૂનું એક રોમેન્ટિક ગીત હવે આ ફિલ્મમાં ‘રિવન્જ એન્થમ’ તરીકે લોકપ્રિય થઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Tiger Shroff: ટાઈગર શ્રોફનો મોટો ખુલાસો: ‘એરોફોબિયા’ને કારણે નથી આવતી ઉંઘ; જાણો એક્શન સ્ટારના જીવનની આ અંધારી બાજુ

‘દિલ’ ફિલ્મનું સુપરહિટ ગીત હવે નવા અંદાજમાં

વર્ષ 1990 માં રિલીઝ થયેલી આમિર ખાન અને માધુરી દીક્ષિતની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દિલ’ નું ગીત ‘હમ પ્યાર કરને વાલે’ તે સમયે આખા દેશમાં ગુંજતું હતું. ઉદિત નારાયણ અને અનુરાધા પૌડવાલના અવાજમાં આ રોમેન્ટિક ગીત આજે પણ લોકોનું ફેવરિટ છે. જોકે, ‘ધુરંધર 2’ માં આ ગીતને રોમેન્ટિક નહીં પણ એક સસ્પેન્સ અને રિવન્જ (બદલો) વાળા સીન માટે રીક્રિએટ કરવામાં આવ્યું છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.


ફિલ્મમાં આ ગીતને બિલકુલ અલગ અંદાજમાં પેશ કરવામાં આવ્યું છે. તેમાં રેપ નો તડકો લગાવવામાં આવ્યો છે, જે ફિલ્મના સીન અને રણવીર સિંહના ‘સ્વેગ’ સાથે બિલકુલ ફિટ બેસે છે. ટી-સીરીઝની યુટ્યુબ ચેનલ પર આ રિમિક્સ વર્ઝન રિલીઝ થયાના માત્ર 5 દિવસમાં 63 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. 3 મિનિટ 48 સેકન્ડનું આ ગીત અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.‘ધુરંધર 2’ માં કુલ 7 જૂના પ્રખ્યાત ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં સૂફી, ઇન્ટરનેશનલ અને બોલિવૂડ ત્રણેય સ્ટાઇલના ગીતો જોવા મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More