ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 માર્ચ 2021
આજે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે યોજાતા આ એવોર્ડ સમારોહનું આયોજન નેશનલમીડિયા સેન્ટરમાં થયું હતું, જ્યાં કેન્દ્રીય સૂચના એવમ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરી હતી. આ સેરેમનીમાં 2019માં બનેલી ફિલ્મો માટે પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સેરેમનીમાં સેન્ટ્રલ બોર્ડ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા 1 જાન્યુઆરી 2019થી લઇ 31 ડિસેમ્બર 2019 સુધી સર્ટિફાઇડ કરવામાં આવેલ ફિલ્મોને પુરસ્કાર વિતરણ માટે એન્ટ્રી આપવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે આ જાહેરાત ગત વર્ષે 3 મે 2020ના થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવી હતી.
બેસ્ટ ફિલ્મ- છીછોરે
બેસ્ટ એક્ટ્રેસ- કંગના રનૌત (મણિકર્ણિકા, પંગા)
બેસ્ટ એક્ટર- મનોજ બાજપાઇ (ભોસલે), ધનુષ (અસુરન)
મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ- સિક્કિમ
બેસ્ટ બુક ઓન સિનેમા- અ ગાંધિયન અફેયર: ઇન્ડિયાઝ ક્યૂરિયસ પોરટ્રાયલ ઓફ લવ ઇન સિનેમા બાય સંજય સૂરી
બેસ્ટ ફિલ્મ ક્રિટિક- સોહિની ચટ્ટોપાધ્યાય
નૉન ફીચર ફિલ્મ કેટેગરી
બેસ્ટ નરેશન- વાઇલ્ડ કર્ણાટક, સર ડેવિડ એટનબર્ગ
બેસ્ટ એડિટિંગ- શટ અપ સોના, અર્જૂન ગૌરીસરાઇ
બેસ્ટ ઓટોબાયોગ્રાફી- રાધા (મ્યુઝિકલ), ઓલ્વિન રેગો અને સંજય મૌર્યા
બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મ- કસ્ટડી (હિન્દી/ઇંગ્લિશ)
