ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
અભિનેતા અભિષેક બચ્ચન છેલ્લે એપ્રિલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ બિગ બુલ'માં જોવા મળ્યો હતો. હવે તેના ખાતામાં એક ફિલ્મ આવી છે, જે તેની કારકિર્દી માટે સારી સાબિત થઈ શકે છે. તે ટૂંક સમયમાં તામિલ ફિલ્મ 'ઓથા સેરાપ્પુ સાઇઝ 7'ની હિન્દી રિમેકમાં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. તેણે ચેન્નઈમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. અહેવાલો અનુસાર, જ્યારે અભિષેકે દિગ્દર્શક આર. પાર્થિયપાનની ફિલ્મની વાર્તા સાંભળી ત્યારે તેના હોશ ઊડી ગયા હતા, તે તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો. તે ફિલ્મની વાર્તા એક માણસની આસપાસ ફરે છે, જેની હત્યા માટે શંકાસ્પદ તરીકે પૂછપરછ કરવામાં આવે છે. આર. પાર્થિયપાન મૂળ ફિલ્મના લેખક, દિગ્દર્શક, નિર્માતા અને હીરો હતા. તે હવે ફિલ્મની હિન્દી રિમેકનું નિર્દેશન કરી રહ્યા છે અને એમાં અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
વિકી કૌશલ અને કેટરિના કૈફે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી? જાણો વાયરલ અફવાઓનું સત્ય શું છે
રિપૉર્ટ અનુસાર, આ પ્રોજેક્ટ અભિષેકના દિલની ખૂબ નજીક છે.
'ઓથા સેરુપ્પુ સાઇઝ 7' ઓથા સેરુપ્પુ તરીકે ઓળખાય છે. આ 2019 ની સુપરહિટ તામિલ થ્રિલર ફિલ્મ છે. આખી ફિલ્મ દરમિયાન પ્રેક્ષકોને આર. પાર્થિયપાન સિવાય દરેકના અવાજો સાંભળવા મળે છે.