Site icon

અભિષેક બચ્ચને લાંબા સમયથી પત્ની ઐશ્વર્યા સાથે ફિલ્મ નથી કરી, આ પ્રશ્ન પૂછવા પર અભિનેતા એ આપ્યો આવો જવાબ

News Continuous Bureau | Mumbai

'દસવી' (Dasvi) બાદ બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) 'બ્રીધ-3' (Breath 3)ના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિષેક તેની પત્ની ઐશ્વર્યા સાથે (Aishwarya rai Bachchan) ફિલ્મ 'ગુરુ' (Guru) માં જોવા મળ્યો હતો અને બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. અને તેમને ઘણો પ્રેમ મળ્યો. જોકે, બંને લાંબા સમયથી પડદા પર સાથે જોવા મળ્યા નથી.જ્યારે અભિષેકને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે ઐશ્વર્યા સાથે કામ કરવા માંગે છે. ત્યાં માત્ર યોગ્ય સમય અને યોગ્ય સ્ક્રિપ્ટ (script) હોવી જોઈએ. અભિષેક બચ્ચને કહ્યું કે જ્યાં સુધી અમને યોગ્ય સ્ક્રિપ્ટ નહીં મળે ત્યાં સુધી અમે સાથે કામ નહીં કરી શકીએ. જોકે અમને બંનેને સાથે કામ કરવું ગમે છે.

Join Our WhatsApp Community

પત્ની ઐશ્વર્યા વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું, "એક કલાકાર તરીકે, મને તેના માટે ઘણું સન્માન છે અને મને તેની સાથે કામ કરવાનું પસંદ છે. તે એક મહાન કલાકાર છે, સેટ પર તેની સાથે રહેવું હંમેશા યાદગાર હોય છે.” આ સાથે અભિષેકે દીકરી આરાધ્યા (Aaradhya Bachchan) માટે ઐશ્વર્યાને વિશ્વની શ્રેષ્ઠ શિક્ષક (teacher) પણ ગણાવી હતી. તેણે કહ્યું કે તે તેની દીકરીનું ખુબજ સારી રીતે ધ્યાન રાખે છે.અભિષેક બચ્ચને કહ્યું કે બ્રીધ 3  (Breath-3) નું શૂટિંગ પૂરું થવાનું છે. તે આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચને OTT પર બ્રીધ સાથે ડેબ્યુ (OTT debut) કર્યું હતું. જે તેના માટે ખૂબ જ સફળ સાબિત થયું. છેલ્લા બે વર્ષ દરમિયાન જ્યારે થિયેટર બંધ હતા, ત્યારે વેબ પ્લેટફોર્મ પર અભિષેકની આ શાનદાર ઇનિંગ હતી. OTT પ્લેટફોર્મ દ્વારા તેની ફેન ફોલોઈંગમાં વધુ વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ ની આ સૌથી મોંઘી ફિલ્મ માં કામ કરવા જઈ રહ્યા છે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ, પહેલીવાર સાથે શેર કરશે સ્ક્રીન

તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં અભિનેતાએ (Abhishek Bachchan) લુડો, ધ બિગ બુલ, બોબ બિસ્વાસ અને દસવી જેવી ફિલ્મોમાં સારું પ્રદર્શન કર્યું છે. આના દ્વારા દર્શકોને તેમના અનેક પાત્રો જોવા મળ્યા. માત્ર ચાહકોએ જ નહીં પરંતુ તેના પિતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ તેની પ્રશંસા કરી હતી. બોબ બિસ્વાસમાં (Bob Biswas) તેની ભૂમિકા ખૂબ જ પડકારરૂપ હતી.

Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Ajay Devgn Bal Tanhaji Announcement: દેશની પ્રથમ AI નિર્મિત ફિલ્મ ‘બાલ તન્હાજી’ની જાહેરાત; અજય દેવગણે વીર મરાઠા યોદ્ધાની ગાથાને આપી નવી ઓળખ
Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!
Exit mobile version