News Continuous Bureau | Mumbai
બોલો જુબાન કેસરી…, તમે વિમલ પાન મસાલાની Vimal pan masala)આ જાહેરાત તો જોઈ જ હશે. સુપરસ્ટાર અજય દેવગન(Ajay Devgan) આ જાહેરાતનો હિસ્સો બન્યો હતો ત્યારબાદ લોકોએ તેને સોશિયલ મીડિયા (Social media)પર ખરાબ રીતે ટ્રોલ(troll) કર્યો હતો. આ પછી આ લિસ્ટમાં કિંગ ખાન શાહરૂખ ખાનની(Shahrukh Khan) એન્ટ્રી થઈ અને તેના ચાહકો સમજી શક્યા નહીં કે આવું કેમ કરવામાં આવ્યું છે. લોકોએ કહ્યું કે લોકો સુપરસ્ટારને ફોલો કરે છે. પરંતુ હવે જે બન્યું છે તે તમને આઘાત પહોંચાડવા માટે પૂરતું છે.
Shocking & Breking#AkshayKumar New Entry In
"Vimal Universe" #ShahRukhKhan #AjayDevgn pic.twitter.com/K3Il2tbrjr— FilmyLife (@itsFilmyLife) April 13, 2022
હવે આ લિસ્ટમાં વધુ એક સુપરસ્ટારનું નામ જોડાઈ ગયું છે. અને એ સુપરસ્ટાર(Superstar) છે અક્ષય કુમાર (Akshay Kumar)જે હવે શાહરૂખ ખાન અને અજય દેવગણ સાથે વિમલની(Vimal advertisement) જાહેરાતનો ભાગ બનશે.એવા અહેવાલો છે કે તે શરૂઆતમાં બ્રાન્ડમાં જોડાવા માટે અક્ષય અચકાતો હતો. પરંતુ બ્રાન્ડ (Brand)દ્વારા ઓફર કરવામાં આવેલી ભારે રકમ ને તે નકારી ન શક્યો. બાકીના સ્ટાર્સ સાથે પણ આવું જ છે, જેમણે જ્યારે મોટી ઓફર મળી ત્યારે બ્રાન્ડને સમર્થન આપ્યું. અત્યારે તમે આ વીડિયો જુઓ જે વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે અક્ષય કુમારની ઝલક જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : શું અજય દેવગણ અને કાજોલ ની દીકરી ન્યાસા બોલિવૂડમાં કરશે ડેબ્યૂ, આ અંગે અભિનેતા એ આપ્યો આ જવાબ; જાણો વિગત
વિમલ પાન પાસલા(Vimal Pan masala) અને એલચીની જાહેરાત સિવાય પણ આવા ઘણા સ્ટાર્સ છે જે તેની સાથે જોડાયેલા છે અને ખૂબ ચર્ચામાં રહ્યા છે. મેગાસ્ટાર સલમાન ખાન(Salman Khan) રાજશ્રી ઈલાઈચીની(Rajshri eliachi) જાહેરાતમાં દેખાય છે અને લોકો તેને ખૂબ ફોલો કરે છે. આ સિવાય અભિનેતા રણવીર સિંહ અને સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitanbh Bachchan)પણ એલચીને પ્રમોટ કરતા જોવા મળે છે.