News Continuous Bureau | Mumbai
‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મની બોક્સ ઓફિસ નિષ્ફળતાથી (Samrat Prithviraj box office)અક્ષય કુમારનું દિલ તૂટી ગયું છે. ફિલ્મના ડાયરેક્ટર ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીને ટાંકીને મીડિયામાં આવી રહેલા સમાચાર મુજબ, અક્ષય ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના પ્રયોગો નહીં કરે. વળી, તેઓ ફરી એકવાર એવી ફિલ્મો તરફ વળશે, જેમાં માત્ર મસાલા હોય. કોઈ કન્ટેન્ટ(content) નહિ. દ્વિવેદીએ કહ્યું કે અક્ષયે તેને ફિલ્મના શૂટિંગ દરમિયાન કહ્યું હતું કે જો પૃથ્વીરાજ ચૌહાણની બોક્સ ઓફિસ પર સારો દેખાવ નહીં કરે અથવા દર્શકોને તે પસંદ નહીં આવે તો તે ફરીથી રાઉડી રાઠોડ અને હાઉસ ફુલ જેવી ફિલ્મો તરફ વળશે. હવે તે પ્રયોગ(experiment) કરવાનું જોખમ નહીં લે.
તેમણે વધુ માં કહ્યું કે ફિલ્મના પ્રમોશન(film promotion) દરમિયાન પણ અક્ષય કહેતો રહ્યો કે હું આવી ઐતિહાસિક કે વિષયવસ્તુ વાળી ફિલ્મો કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ આ ઐતિહાસિક ફિલ્મ નહીં ચાલે તો દુઃખ થશે. જોકે અંગત રીતે મને કોઈ વાંધો નથી કારણ કે હું ફરી એકવાર મસાલા અને એક્શન ફિલ્મો(action film) કરવાનું શરૂ કરીશ.અક્ષયે તેમને કહ્યું કે આવી મસાલેદાર ફિલ્મો દર્શકોને પણ પસંદ આવે છે અને તેમાં પૈસા પણ સારા હોય છે. તમને જણાવી દઈએ કે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે(Manushi Chhillar bollywood debut) આ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી છે.
આ સમાચાર પણ વાંચો : આ કંપનીએ રિતિક રોશનને જુગાડ થી બનાવી દીધો બ્રાન્ડ એમ્બેસેડર-જાહેરાત કરવાની અજમાવી અનોખી રીત-જુઓ વિડીયો
અક્ષયનો આ નિર્ણય 9Akshay kumar decision)તેના ફેન્સ માટે મોટા સમાચાર છે. તાજેતરના વર્ષોમાં, અક્ષયે તેની ખિલાડી કુમાર અથવા મનોરંજક છબીથી દૂર કામ કરવાનો પ્રયાસ કર્યો છે. તેને ઘણી ફિલ્મોમાં સફળતા મળી પરંતુ સમ્રાટ પૃથ્વીરાજ તેની મહત્વકાંક્ષી ફિલ્મ હતી, જે તેની કારકિર્દીની સૌથી મોટી ફ્લોપ(flop) સાબિત થઈ.