Site icon

અક્ષય કુમાર પાસે છે કરોડોની સંપત્તિ, તેમ છતાં તે પુત્ર આરવને ગણીને પૈસા આપે છે; જાણો તેની પાછળ નું કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

બુધવાર

 

બોલિવૂડના જાણીતા એક્ટર અક્ષય કુમાર પણ દેશના સૌથી ધનાઢ્ય કલાકારોમાંથી એક છે, તે બોલિવૂડમાં એકમાત્ર એવા અભિનેતા છે જેઓ એકસાથે વાર્ષિક 4 થી 5 ફિલ્મો કરે છે, તેઓ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે તેમના ચાહકો ઘણા બધા છે. તેને પૈસાની પણ કોઈ  કમી નથી, તેની દિલધડક ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે! આ બધું હોવા છતાં, તેને ખૂબ જ શિસ્તબદ્ધ જીવન જીવવું ગમે છે, તે સવારે 4:00 વાગ્યે ઉઠે છે અને સખત મહેનત કરે છે, તે ક્યારેય મોડી રાતની પાર્ટીમાં પણ જતા નથી, એટલું જ નહીં, પરંતુ શૂટિંગ પછી ઘરે આવીને તે તેનો સમય તેના પરિવાર સાથે  વિતાવે છે. દરેક વ્યક્તિ જાણે છે કે તે તેના પરિવારને કેટલો પ્રેમ કરે છે, તે દરરોજ તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને તેના બાળકો સાથે કોઈને કોઈ તસવીરો શેર કરતો રહે છે!

અક્ષય કુમાર ભલે ગમે તેટલો મોટો સુપરસ્ટાર હોય પણ તે પોતાના ઘરમાં પોતાના બાળકો સાથે એક સામાન્ય માનવી જેવો વ્યવહાર કરે છે, તે પોતાના બાળકોને સામાન્ય બાળકોની જેમ ઉછેરવાનું પણ પસંદ કરે છે, તેથી અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બંને તેમના બાળકોની સંભાળ રાખે છે. જ્યારે પણ તેની પત્ની ટ્વિંકલ ખન્નાને કોઈ કામના કારણે બહાર જવાનું થાય ત્યારે અક્ષય કુમાર પોતાના કામ પતાવી ને વેહલા ઘરે આવે છે અને બાળકો ની સંભાળ રાખે છે અક્ષય કુમારને બે બાળકો છે પુત્રનું નામ આરવ અને પુત્રીનું નામ નિતારા છે. એક ઈન્ટરવ્યુમાં અક્ષયે ખુલાસો કર્યો કે તેનો પુત્ર લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને આરવ લોકોને તે અક્ષય કુમારનો પુત્ર હોવાનું જણાવવાનું પસંદ નથી કરતો.

AR રહેમાનની દીકરી ખતિજા રહેમાને તેના પિતાનું માથું ગર્વથી ઊંચું કર્યું, જીત્યો આટલો મોટો એવોર્ડ; જાણો વિગત

આરવ તેના પિતાની જેમ ખૂબ જ સ્માર્ટ અને ફિટ છે. આરવે મુંબઈના જુહુમાં આવેલી ઈકોલે મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આ સાથે તેણે કુકિંગનો કોર્સ પણ કર્યો છે, આરવે તેની ટ્રેનિંગ લંડનમાં લીધી છે. આરવને માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ મળ્યો છે, ત્યારબાદ પહેલીવાર આરવને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાનો મોકો મળ્યો, આ બતાવે છે કે અક્ષય કુમાર પોતાના બાળકોને સમજાવે છે કે તે દરેક કામ પોતાની મહેનતથી કરે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર પોતાના પુત્ર આરવને પણ પૈસા ગણીને આપે છે. આ જ કારણ છે કે તેઓ તેમના બાળકોને પૈસાનું મહત્વ જણાવવા માંગે છે. જો આપણે તેની પુત્રીની વાત કરીએ તો તેની પુત્રી નિતારાને નાની ઉંમરથી પુસ્તકોનો ખૂબ શોખ છે, તેને રામાયણથી લઈને પરી સુધીની વાર્તા પુસ્તકોમાં વાંચવી ગમે છે.

Vannu The Great: અભિનેત્રી વન્નુ ધ ગ્રેટ એ લગ્ન માટે ધર્માતંર કર્યું, પતિ એ કર્યું આવું કામ,અભિનેત્રી રડતા રડતા સંભળાવી આપવીતી
Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Exit mobile version