Site icon

લગ્ન પછી આલિયા પતિ રણબીર સાથે નહીં પરંતુ આ અભિનેતા સાથે લેશે કોફી ની ચુસ્કી, કરણ જોહર ના પ્રશ્નો ના આપશે જવાબ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ નિર્માતા-નિર્દેશક કરણ જોહરે (Karan Johar) હાલમાં જ  પોપ્યુલર ચેટ શો 'કોફી વિથ કરણ' (Koffee with Karan)ની વાપસી વિશે તેના સોશિયલ મીડિયા (Social media) પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં કરણ જોહરે જણાવ્યું હતું કે તે ચેટ શોની નવી સીઝન સાથે પરત ફરી રહ્યો નથી. જોકે, આ જાહેરાત બાદ તરત જ એક નવો ટ્વિસ્ટ (twist)આવ્યો. તેણે જાહેર કર્યું કે ચેટ શો નવી સીઝન સાથે પાછો ફરશે અને તેને ડિજિટલ પ્લેટફોર્મ (Disney plus hotstar)પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ચેટ શોના ચાહકો માટે રાહતના સમાચાર હતા. કરણે વચન આપ્યું છે કે આ પ્રેમ, ખોટ અને પાછલા વર્ષોમાં જે બન્યું તેની ચર્ચા કરવામાં આવશે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ અનુસાર,કરણ જોહર નો  ચેટ શો 'કોફી વિથ કરણ 7 '(koffee with karan) ના પ્રથમ મહેમાનો આવતા અઠવાડિયે (next week) શૂટ કરવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ (Alia and Ranveer) સૌથી પહેલા કરણ જોહરના શોમાં જોવા મળશે. એક સૂત્રએ ન્યૂઝ પોર્ટલ ને  જણાવ્યું કે આલિયા અને રણવીર (Alia and Ranveer) 10 મેની આસપાસ તેમના એપિસોડ માટે શૂટિંગ કરશે.

આ સમાચાર પણ વાંચો: માત્ર 18 વર્ષની ટીવીની આ અભિનેત્રીએ ખરીદી BMW કાર, કિંમત જાણીને ચોંકી જશો

જોકે ચાહકોને આશા હતી કે આલિયા ભટ્ટ તેના પતિ અને બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir- Alia) સાથે શોના પ્રથમ એપિસોડમાં દેખાશે. આવી સ્થિતિમાં ચાહકોને એક મોટું સરપ્રાઈઝ મળ્યું છે. તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ કરણ જોહરની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' (Rocky aur Rani ki prem kahani) ની લીડ જોડી છે. આ ફિલ્મથી કરણ જોહરે ફરી એકવાર ડિરેક્શનની દુનિયામાં કમબેક કર્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 ફેબ્રુઆરી એ સિનેમાઘરોમાં આવશે. ચાહકોને આશા છે કે સેટ પર ઘણા રહસ્યો ખુલશે.

Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ
Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે
Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન
Exit mobile version