Site icon

રણબીર કપૂર સાથેના લગ્ન ને લઈ ને નહીં પણ વારંવાર પુછાતા આ એક સવાલથી છે આલિયા ભટ્ટ પરેશાન, અભિનેત્રી ને ખુદ ને ખબર નથી આનો જવાબ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 01 માર્ચ  2022          

Join Our WhatsApp Community

મંગળવાર

આ દિવસોમાં આલિયા ભટ્ટ જ્યાં પણ જાય છે ત્યાં તેને વારંવાર એક સવાલ પૂછવામાં આવે છે. તે પ્રશ્ન તેના લગ્ન સાથે જોડાયેલો છે. જ્યારથી તેણે રણબીર કપૂર સાથેના સંબંધોને સત્તાવાર બનાવ્યા છે ત્યારથી તેને વારંવાર પૂછવામાં આવે છે કે તે ક્યારે લગ્ન કરી રહી છે અને હવે આલિયા આ સવાલ સાંભળીને અને આ સવાલનો જવાબ આપીને થાકી ગઈ છે. પરંતુ એક બીજો પ્રશ્ન છે જે આલિયાને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે.તમે વિચારતા જ હશો કે લગ્ન કરતા મોટો પ્રશ્ન કયો હશે. પરંતુ એક એવો સવાલ છે જે આલિયા માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. તે પ્રશ્ન તેની કારકિર્દી અને તેના પિતા મહેશ ભટ્ટ સાથે સંબંધિત છે. આપણે જાણીયે છે  કે આલિયા ભટ્ટ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી છે.આલિયા છેલ્લા 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે. આટલાં વર્ષોમાં આલિયાએ શાનદાર ફિલ્મો કરી અને આજે તે ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી બની ગઈ છે. પરંતુ આલિયાએ આટલા વર્ષોમાં પિતા મહેશ ભટ્ટ સાથે કોઈ કામ કર્યું નથી.

આલિયા જ્યારે પણ ઈન્ટરવ્યુ માટે  જાય છે ત્યારે તેને આ સવાલ ચોક્કસ પૂછવામાં આવે છે કે તે પિતા મહેશ ભટ્ટ સાથે કામ ક્યારે કરશે અને આજ સુધી તેણે કોઈ ઈન્ટરવ્યુમાં આ સવાલનો જવાબ આપ્યો નથી કારણ કે તેને પોતાને જ આ સવાલનો જવાબ ખબર નથી.આલિયા ભટ્ટના કહેવા પ્રમાણે, આ પ્રશ્ન તેને ઘણા વર્ષોથી પૂછવામાં આવી રહ્યો છે પરંતુ તેને જવાબ નથી ખબર અને તેઓ ક્યારે સાથે કામ કરશે તે પણ ખબર નથી. 

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે આ કારણે છોડવો પડ્યો હતો પોતાનો અભ્યાસ; જાણો અભિનેત્રી ની શૈક્ષણિક લાયકાત વિશે

હાલમાં આલિયા ભટ્ટ તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ને લઈને ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ રીલિઝ થઈ ગઈ છે અને આલિયાને તેના પાત્રની ખૂબ પ્રશંસા મળી રહી છે. આલિયા ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો આલિયા ટૂંક સમયમાં  RRR, રોકી ઔર રાની કી  લવ સ્ટોરી માં જોવા મળશે, તેમજ  બ્રહ્માસ્ત્ર માં તે પેહલી વાર  રણબીર કપૂર સાથે જોવા મળશે. 

Aishwarya and Abhishek: અફવાઓ પર લાગ્યું પૂર્ણવિરામ! પતિ અભિષેક અને પુત્રી આરાધ્યા સાથે વેકેશન મનાવી પરત ફરી ઐશ્વર્યા રાય; એરપોર્ટ પર જોવા મળ્યો ‘ઓલ બ્લેક’ લુક.
Oscar 2026: મરાઠી સિનેમાનો વૈશ્વિક ડંકો: ફિલ્મ ‘દશાવતાર’ ઓસ્કાર ૨૦૨૬ની રેસમાં સામેલ; ૧૫૦ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવનારી પહેલી મરાઠી ફિલ્મ
Nitin Gadkari Farah Khan Vlog : “સોનિયા ગાંધી પાડોશી છે, ક્યારેય ખાંડ ઉધાર માંગી?” ફરાહ ખાનના સવાલ પર નિતિન ગડકરીએ આપ્યો એવો જવાબ કે તમે પણ હસી પડશો!
Alia Bhatt Post: ૨૦૨૬ના નવા વર્ષમાં આલિયા-રણબીરની ‘રાહા’ સાથે મસ્તી: દરિયાકિનારે વેકેશનની ક્યૂટ તસવીર વાયરલ; ફેન્સ થયા ફિદા
Exit mobile version