News Continuous Bureau | Mumbai
કરણ જોહર ના મોસ્ટ અવેઈટેડ શો 'કોફી વિથ કરણ'ની (Koffee with karan 7)સાતમી સીઝન આખરે આવી ગઈ છે. દર વર્ષની જેમ આ વખતે પણ ફિલ્મમેકર કરણ જોહર શોને હોસ્ટ કરી રહ્યો છે. આ શો આજે એટલે કે 7મી જૂન 2022 થી ડિઝની પ્લસ હોટસ્ટાર(disney plus hotstar) પર શરૂ થઈ રહ્યો છે અને ચાહકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ આ શોના પહેલા ગેસ્ટ તરીકે જોવા મળશે. શોમાં ખૂબ જ મસ્તી થવાની છે, જ્યારે તેનો પ્રોમો (promo)પણ ઘણો ખાસ છે.
ફિલ્મ નિર્માતા કરણ જોહરે તેના ઇન્સ્ટા હેન્ડલ પર 'કોફી વિથ કરણ 7'ના નવા પ્રોમો સાથે રણવીર સિંહને જન્મદિવસની (Ranveer singh birthday)શુભેચ્છા પાઠવી છે. આ ક્લિપમાં આલિયા અને રણવીર કરણની સુપરહિટ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ના પ્રખ્યાત (K3G)સીનનું પુનરાવર્તન કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટ 'કાજોલ'નું(Kajol) પાત્ર ભજવી રહી છે અને રણવીર સિંહ 'ફરીદા જલાલ'નું પાત્ર ભજવી રહ્યો છે અને બંને 'ઓહ હેલો મિસિસ ફ્રિકલી'ના ડાયલોગ બોલી રહ્યા છે.આ ફની વિડિયો શેર કરતાં કરણ જોહરે કૅપ્શનમાં લખ્યું, 'અમારા રોકીનો અદ્ભુત જન્મદિવસ છે અને તેને વધુ ખાસ બનાવવા માટે અમારી પાસે તેની રાણી છે! આવતી કાલે @disneyplushotstar પર શરૂ થતા #Hotstarspecials #KoffeeWithKaran S7 ના પહેલા એપિસોડમાં મારી સાથે સોફા પર હસતા તેમને વધુ જુઓ."
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ નો આ ફેમસ ફિલ્મ ડાયરેક્ટર આવ્યો કોરોનાની ચપેટમાં-ટ્વીટ કરીને આપી માહિતી
તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જલ્દી જ કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’(Rocku aur rani ki prem kahani)માં સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 10 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.