Site icon

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે-આંખમાંથી સરી પડ્યા આંસુ-અભિનેતા ને લઇ કહી આવી વાત-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

વર્ષ 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક મૃત્યુએ(Sushant Singh Rajput death) બધાને હચમચાવી દીધા હતા. આજે પણ તેના નજીકના મિત્રોથી લઈને ચાહકો સુશાંત ને યાદ કરીને ભાવુક થઈ જાય છે. અભિનેત્રી અંકિતા લોખંડેના(Ankita Lokhande) સુશાંત સાથે ખૂબ જ ગાઢ સંબંધ હતા. આ દરમિયાન ડીઆઈડીના પેજ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં અંકિતા લોખંડે ખૂબ જ ભાવુક(emotional) દેખાઈ રહી છે. વાસ્તવમાં, સુશાંતને શ્રદ્ધાંજલિ આપતી વખતે એક સ્પર્ધક દ્વારા ડાન્સ પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું, જેને જોઈને અંકિતા પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શકી અને રડી પડી.

Join Our WhatsApp Community

હાલમાં ઝી ટીવી પર ડીઆઈડી સુપર મોમ(DID super mom) પ્રસારિત થઈ રહી છે, જેનો પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં શોની સ્પર્ધક સાધના અને તેની કોરિયોગ્રાફર સ્ટેજ પર પરફોર્મ (perform)કરતી જોવા મળે છે. આ જોઈને અંકિતા ખૂબ જ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. પર્ફોર્મન્સ જોયા પછી અંકિતા ભીની આંખો સાથે કહે છે કે 'તે ખૂબ જ નજીકનો મિત્ર હતો…બધું જ હતો અને તે જ્યાં પણ છે..બહુ ખુશ છે, મને ખાતરી છે'.’પવિત્ર રિશ્તા’માં સુશાંતની માતાનો રોલ કરનાર પીઢ અભિનેત્રી ઉષા નાડકર્ણી પણ આ શોમાં હાજર હતી. બંને વચ્ચે ખૂબ જ સારો બોન્ડ હતો. ઉષા નાડકર્ણી(Usha Nadkarni) પણ સુશાંતને યાદ કરીને પોતાના આંસુ રોકી શકી નહીં.

આ સમાચાર પણ વાંચો : સુંદરતામાં પોતાની માસી ટ્વિંકલ ખન્ના ને પણ ટક્કર મારે તેવી છે રિંકી ખન્ના ની દીકરી-તસવીર જોઈ લોકો પૂછી રહ્યા છે આ પ્રશ્ન

શેર કરવામાં આવેલ વિડિયો(video) જોઈને ચાહકો પણ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. પોતાનો પ્રતિભાવ આપતા એક યુઝરે લખ્યું- 'રૂલા દિયા ફિર સે'. જ્યારે બીજાએ લખ્યું- 'અમે તમને ખૂબ જ યાદ કરીએ છીએ સુશાંત સર'. આ સિવાય ઘણા યુઝર્સ અંકિતાને ટ્રોલ(troll) કરતા પણ જોવા મળ્યા હતા. તે કહે છે કે ભાવુક થવું એ બધું માત્ર પ્રસિદ્ધિ માટે છે.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version