ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ટીવી સિરિયલ 'અનુપમા'નો ટ્રૅક એકદમ રોમાંચક બની ગયો છે. અનુપમા રાખી દવે પાસેથી 40 લાખ રૂપિયા લે છે અને તેની અને તેના પરિવારની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. પરંતુ રાખી હવે તેના માટે નવી સમસ્યાઓ લાવી રહી છે. રાખી પરિવારની સામે પૈસાની વાત લાવે છે. રાખડીના તહેવાર પર આખો પરિવાર ખૂબ જ ખુશ છે, પણ પછી ત્યારે રાખી દવે આવીને બધાની ખુશીઓ પર ગ્રહણ લગાવી દે છે. અનુપમા તેને પૈસા લેવાની વાત ન કહેવા કહે છે. વનરાજને શંકા છે કે અનુપમા તેની સાથે કંઈક છુપાવી રહી છે અને તેણે રાખી પાસેથી પૈસા લીધા જ હશે.
આવનારા એપિસોડમાં બતાવવામાં આવશે કે વનરાજ અને રાખીની લડાઈ થાય છે અને તે તેને ત્યાંથી જવાનું કહે છે. રાખી કહે છે કે આ ઘર પણ તેનું છે અને તે અહીંથી ક્યાંય જવાની નથી. રાખી કહે છે કે મેં અનુપમાને પૈસા આપ્યા હતા અને બદલામાં તેનું અડધું ઘર મારા નામે લીધું હતું. હવે આ ઘર મારા હાથમાં ગીરો છે. રાખીના શબ્દો સાંભળીને ઘરના તમામ સભ્યો ચોંકી જાય છે. વનરાજ અનુપમાને કહે છે કે હું તને માફ કરી શકતો નથી. મેં 25 વર્ષ સુધી કરેલી બધી ભૂલો અને તને આપેલી પીડા, મને એક જ દિવસમાં વ્યાજ સાથે પરત કરી તેમ જ વનરાજ કહે છે કે હવે તું અહીં રહી શકતી નથી. તું અહીંથી નીકળી શકે છે.
ખાવાનો શોખીન દિલીપ જોશીએ જિમમાં ગયા વગર ઘટાડ્યું 10 કિલો વજન, જાણો કેવી રીતે?
છેલ્લા એપિસોડમાં તમે જોયું કે અનુપમા પૈસાની સમસ્યાઓ અંગે રાખી દવે પાસે જાય છે. રાખી તેને મદદ કરવા માટે સંમત થાય છે, પરંતુ તે એ માટે અનુપમા સાથે એક શરત મૂકે છે. અનુપમા આ માટે સંમત થાય છે.