Site icon

NCB કસ્ટડીમાં આર્યન ખાનને અન્ય આરોપીની જેમ આપવામાં આવી રહ્યું છે ભોજન, કિંગ ખાનના પુત્રએ તપાસ એજન્સી પાસે બીજી કરી આ ખાસ માંગ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

બુધવાર

 

ડ્રગ્સ અને રેવ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. મુંબઈની એક કોર્ટે સોમવારે આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી વધારી દીધા છે. કોર્ટે રવિવારે ત્રણેયને એક દિવસના રિમાન્ડ પર NCBને સોંપ્યા હતા. આ સમયગાળો પૂરો થતાં તેમને સોમવારે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, NCB લોકઅપમાં આર્યને તપાસ એજન્સી પાસે વિજ્ઞાનના કેટલાક પુસ્તકો માંગ્યા હતા, જે સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવ્યા હતા. 

અનોખો કિસ્સો : જ્યારે અર્ચના પુરન સિંહ અને અમિતાભ બચ્ચનનું લફરું ચર્ચાના ચકડોળે ચડ્યું અને પછી થયો આ ખુલાસો; અમિતાભ બચ્ચન પોતે ઇનવૉલ્વ હતા

મળતી માહિતી મુજબ આર્યન ખાનને અન્ય આરોપીઓ સાથે એનસીબી ઓફિસ પાસે આવેલી રાષ્ટ્રીય હિન્દુ રેસ્ટોરન્ટમાંથી ભોજન આપવામાં આવી રહ્યું છે. NCB કાર્યાલયમાં કોઈપણ આરોપીને તેની પસંદગીનું ભોજન ઘરેથી મંગાવવાની મંજૂરી નથી. આર્યનને પણ આ રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવીને ભોજન આપવામાં આવી રહ્યું છે.  NCB કસ્ટડીમાં તમામ આરોપીઓને બંને વખત માટે ભોજન આપવામાં આવે છે. બીજી બાજુ, આર્યન ખાન અને અન્ય આરોપીઓના ફોન પણ ગાંધીનગર લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જણાવી દઈએ કે શનિવારે રાત્રે NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર દરોડા પાડીને આર્યન ખાન, મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ સહિત આઠની ધરપકડ કરી હતી. લાંબી પૂછપરછ બાદ રવિવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.આ બધા વચ્ચે ચાહકો શાહરૂખ ખાન માટે પ્રેમ અને ટેકો વ્યક્ત કરી રહ્યા છે.

Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Exit mobile version