Site icon

ઓહ- ભાભીજી ઘર પે હૈ ના આ મહત્વપૂર્ણ કિરદારનું નિધન થયું- ટેલીવુડ જગતમાં શોકની લાગણી

News Continuous Bureau | Mumbai

ટેલીવિઝન જગત(Television world)ના જાણીતા ટીવી શો 'ભાભી જી ઘર પર હૈં'(Bhabiji Ghar Par Hain)ના મલખાન સિંહ(Malkhan Singh) એટલે કે દીપેશ ભાન(Deepesh Bhan)નું નિધન થયું છે. આજે (શનિવારે) સવારે ક્રિકેટ(Cricket) રમતા-રમતા અચાનક પડી ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને અહીં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો. શોના સહાયક નિર્દેશક અભિનયરે અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમજ શોમાં ટીકા સિંહનું પાત્ર ભજવતા વૈભવ માથુરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. 

Join Our WhatsApp Community

અભિનેતા દિપેશના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, "હાં, હવે તેઓ નથી રહ્યા. આ અંગે હું કંઈ કહેવા માંગતો નથી. કારણ કે હવે બોલવા માટે કંઈ બાકી નથી." ઉલ્લેખનીય છે કે, શોમાં દિપેશ અને માથુર બે મિત્રોના રોલમાં હતા અને બંનેની મિત્રતા ખૂબ જ સારી રીતે બંધાઈ ગઈ હતી. શોમાં યુવતીઓ સાથે ફ્લર્ટ કરનાર દિપેશ ભાન પરિણીત હતા. તેમના લગ્ન મે 2019માં દિલ્હીમાં થયા હતા. જાન્યુઆરી 2021માં દિપેશ એક બાળકનો પિતા બન્યા હતા.

આ સમાચાર પણ વાંચો : જે પાર્ટીમાં પાપા ગેસ્ટ તરીકે આવ્યા હતા ત્યાં એક વેઈટર તરીકે કામ કરતી હતી રૂપાલી- અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ એક ભાવનાત્મક પોસ્ટમાં કહી પોતાની આપવીતી

આપને જણાવી દઈએ કે દિપેશ ભાન(Deepesh Bhan) લાંબા સમયથી ટેલીવિઝન જગત સાથે જોડાયેલા હતા. 'ભાભીજી ઘર પર હૈ' પહેલા તે 'કોમેડી કા કિંગ કૌન?', 'કોમેડી ક્લબ', 'ભૂતવાલા', 'એફઆઈઆર' જેવા અનેક શોનો ભાગ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે આમિર ખાન સાથે પણ કામ કર્યું છે. તે આમિર ખાન(Amir Khan) સાથે T20 વર્લ્ડ કપ(T20 World cup ad)ની જાહેરાતમાં જોવા મળ્યા હતા અને વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફાલતુ ઉટપટાંગ ચટપટ્ટી કહાની'માં કામ કર્યું હતું.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version