Site icon

‘બિગ બોસ 15’ ના આ બંને સ્પર્ધકો ટૂંક સમયમાં બંધાઈ શકે છે લગ્નના બંધનમાં, શો પૂરો થતાં જ લેશે સાત ફેરા!; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

બિગ બોસ એવો શો છે જે વિવાદો માટે જાણીતો છે, પરંતુ અહીં ઘણા પ્રખ્યાત યુગલો આવ્યા અને પ્રેમમાં પડ્યા અને તેઓએ લગ્ન પણ કર્યા. આ વખતે બિગ બોસમાં પણ એક કપલ એકબીજાના પ્રેમમાં પડતું જોવા મળે છે અને એક સાથી સ્પર્ધકે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં બંને સાત ફેરા લેશે.

બિગ બોસ હવે ધીમે ધીમે તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યું છે અને હવે શોમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. બિગ બોસ 15નો તાજેતરનો વીકેન્ડ કા વાર એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં શોમાંથી રાજીવ અડતિયાનું પત્તું કાપી નાખવામાં આવ્યું હતું. તેની પહેલા જ શોમાંથી રાખી સાવંતના પતિ રિતેશનું પત્તું કપાઈ ગયું હતું. શોમાંથી બહાર થયા બાદ રાજીવે શોમાં પોતાની જર્ની પર પ્રતિક્રિયા આપી છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે શોના બંને સ્પર્ધકો ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે.

રાજીવે જણાવ્યું કે કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ શોમાંથી બહાર આવતા  જ લગ્ન કરી લેશે. મીડિયા સાથે વાત કરતાં રાજીવે કહ્યું, 'કરણ તેજસ્વીને ખૂબ પ્રેમ કરે છે. હું દાવા સાથે કહી રહ્યો છું કે કરણ અને તેજસ્વીના લગ્ન થશે. જો આવું નહીં થાય તો હું પોતે પંડિત બની જઈશ અને બિગ બોસના ઘરમાં જ તેના લગ્ન કરાવી દઈશ.રાજીવને પૂછવામાં આવ્યું કે કરણ તેજસ્વીને લઈને આટલો પઝેસિવ કેમ છે? આના પર રાજીવે કહ્યું, 'જો બોયફ્રેન્ડ પઝેસિવ નહીં હોય તો કોણ હશે? જ્યારે તેજસ્વી તેને એવી વાતો કહે છે જે કરણને ગમતી નથી ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. કોઈપણ સંબંધમાં દરેક વખતે તમારા બંનેનો અભિપ્રાય મળી શકતો નથી. કેટલીકવાર તેજસ્વી બીજાની વાત સાંભળવા પણ માંગતી નથી અને ગુસ્સે થઈ જાય છે.

નવા ઘરમાં વિકી અને કેટરીનાની એન્ટ્રી,બન્યા આ બોલિવૂડ અભિનેત્રી ના પાડોશી; જાણો વિગત

તમને જણાવી દઈએ કે શોના તાજેતરના એપિસોડમાં કરણ અને તેજસ્વી વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. જ્યારે તેજસ્વી કરણની સામે બૂમો પાડવા લાગી તો કરણે તેની સામે કાચ તોડી નાખ્યો. આ બધાનું કારણ બની રશ્મિ દેસાઈ. પરંતુ બંને વચ્ચે વિતાવેલી પ્રેમની પળો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બંને ઘણી વખત કેમેરા સામે રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા.

Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Avatar 3 Review: અવતાર ૩ રિવ્યુ: દ્રશ્યોમાં જાદુ પણ વાર્તામાં એ જ જૂનો ‘દમ’, શું જેમ્સ કેમરૂનની ‘ફાયર એન્ડ એશ’ જોવી જોઈએ? વાંચો ટિકિટ બુક કરાવતા પહેલા
Movie Tickets: સસ્તી ટિકિટ અને ફેમિલી આઉટિંગ: મંગળવારે સિનેમા હોલમાં કેમ હોય છે સ્પેશિયલ ઓફર્સ?
Ikkis Final Trailer: ‘ઇક્કીસ’ ટ્રેલર: ૧૯૭૧ના યુદ્ધના હીરો અરુણ ખેત્રપાલની શૌર્યગાથા, અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્રની જોડીએ જીત્યા દિલ!
Exit mobile version