Site icon

80ના દાયકાની આ સુંદર અભિનેત્રી એ બદલી નાખ્યો પોતાનો લુક, તસવીર જોઈને ઓળખવી મુશ્કેલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022     

Join Our WhatsApp Community

બુધવાર

‘હીરો’, ‘મેરી જંગ’, ‘શહેનશાહ’, ‘ઘાયલ’, ‘દામિની’, જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ  કરનાર બોલિવૂડ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીને કોણ નથી જાણતું. મીનાક્ષી 90ના દાયકાની સુંદર હિરોઈનોમાંની એક છે. હવે મીનાક્ષી ફિલ્મોથી દૂર છે પરંતુ તે પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. ફરી એકવાર આ અભિનેત્રીએ પોતાના લુકનો ફોટો શેર કર્યો છે. ચાહકો મીનાક્ષીના નવા લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. એકે લખ્યું- લુકિંગ ગ્રેટ અને બીજાએ મીનાક્ષીના ગીતના જ વખાણ કર્યા. એક ચાહકે વખાણ કરતા લખ્યું કે "ચાંદ તુમસા હોગા કોઈ કહાં… દેખ ડાલી સો આસમા ." જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, તમે હંમેશા સુંદર દેખાશો. 1993માં આવેલી ફિલ્મ દામિનીમાં મીનાક્ષીની શાનદાર એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.આ ફિલ્મને રિલીઝ થયાને હવે 28 વર્ષ થઈ ગયા છે. પોતાના જમાનાની સુંદર હિરોઈનોમાંની એક આ સુંદર અભિનેત્રીનો લુક સાવ બદલાઈ ગયો છે. મીનાક્ષી 58 વર્ષની થઈ ગઈ છે. આમ છતાં ચાહકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

જણાવી દઈએ કે 1981માં મીનાક્ષી મિસ ઈન્ડિયા પણ બની હતી. તે સમયે તે માત્ર 17 વર્ષની હતી. આ સિવાય મીનાક્ષીએ 1981માં જ ટોક્યોમાં મિસ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 1995માં એક બેંકર સાથે લગ્ન કર્યા. જે પછી દામિનીની આ હિરોઇને બોલિવૂડથી દૂરી બનાવી લીધી.મીનાક્ષીએ યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મેયર સાથે લગ્ન કર્યા. કહેવાય છે કે બંનેની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. પહેલા મિત્રતા અને પછી પ્રેમ થયો, ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. હરીશ સાથે લગ્ન પહેલા તેના કુમાર સાનુ સાથેના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા.

OTT પર ફરી એકવાર ચાલશે મનોજ બાજપેયીનો જાદુ, આ દિવસથી શરૂ થશે ‘ધ ફેમિલી મેન 3’ નું શૂટિંગ; જાણો વિગત

મીનાક્ષી ડલ્લાસમાં ડાન્સ ક્લાસ પણ ચલાવે છે અને સમય સમય પર તેની આખી ટીમ સાથે ઈવેન્ટ્સમાં ભાગ લે છે. તેણે ઘણી મોટી ઈવેન્ટ્સમાં પોતાની ટીમ સાથે ડાન્સ કર્યો છે. તેણે પોતાના કરિયરમાં ‘મેરી જંગ’, ‘ઘાયલ’, ‘ઘાતક’, ‘ઘર હો તો ઐસા’ અને ‘તુફાન’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી. અમેરિકામાં સ્થાયી થયેલી મીનાક્ષી ભારત આવતી-જતી રહે છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Exit mobile version