Site icon

દાઢી-મૂછ પર ટિપ્પણી કરવા બદલ કોમેડિયન ભારતી સિંહ સામે નોંધાઈ FIR, SGPCએ વ્યક્ત કરી નારાજગી; જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

કોમેડિયન ભારતી સિંહ(comedian Bharti Singh) તેના એક જોક્સના કારણે મુશ્કેલીમાં છે. તેનો એક જૂનો વીડિયો વાયરલ (Old video viral)થઈ રહ્યો છે જેમાં તેણે દાઢી અને મૂછને લઈને મજાક કરી છે, જેના કારણે તેને શીખ સમુદાયની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.. આ સાથે શીખ સમુદાયે ભારતી વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી હતી. આ મામલામાં ભારતીએ હાથ જોડીને માફી પણ માંગી હતી પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો અને હવે તેની સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, ભારતી સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દાઢી અને મૂછ વિશે ટિપ્પણી કરી રહી છે. આ માટે ભારતીને જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી અને અમૃતસરમાં પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPS) વતી ફરિયાદ કરવામાં આવી હતી અને FIR નોંધવાની માંગ કરવામાં આવી હતી. હવે કોમેડિયન ભારતી સિંહ વિરુદ્ધ (Bharti singh FIR) IPCની કલમ 295A હેઠળ FIR નોંધવામાં આવી છે.તેમજ, કેટલાક શીખ સંગઠનોએ અમૃતસરમાં કોમેડિયનના ઘરની બહાર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.ભારતીનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તે એક કોમેડી શો દરમિયાન જસ્મીન ભસીન (Jasmin Bhasin)સાથે બેઠી છે. ત્યારે ભારતી કહે છે, 'તમારે દાઢી-મૂછની શી જરૂર છે? દૂધ-પાણી પછી દાઢીને મોંમાં નાખો, તો સેવૈયાનો સ્વાદ આવે છે. મારા બધા મિત્રો જેમના હમણાં જ લગ્ન થયા છે તેઓ આખો દિવસ દાઢીમાંથી જુ કાઢવામાં વ્યસ્ત છે. ભારતીનો આ જોક કોઈને પસંદ આવ્યો નથી અને તેનો વિરોધ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: સોહેલ ખાન અને સીમા ખાન ના છૂટાછેડા બાદ હવે વધુ એક બોલિવૂડ કપલ ના સેપરેશન ના સમાચાર આવ્યા સામે; જાણો તે સેલિબ્રિટી કપલ વિશે

જો કે, ભારતીએ એક વીડિયો શેર કરીને બધાની હાથ જોડીને માફી (Bharti singh apologize)પણ માંગી છે. ભારતીએ કહ્યું કે જે પણ આ વિડિયો સામે વાંધો ઉઠાવી રહ્યા છે, તેમણે તેને વધુ એક વખત જોવો જોઈએ. મેં ક્યારેય કોઈ ધર્મ કે જાતિ વિશે કશું કહ્યું નથી. મારો કોઈને નારાજ કરવાનો ઈરાદો નહોતો. હું પોતે પંજાબી (Punjabi) છું અને પંજાબનું  (Punjab) સન્માન કરીશ. હું લોકોને હસાવવા માટે કોમેડી કરું છું, કોઈને દુઃખ આપવા માટે નહીં. જો મને મારી વાત ખરાબ લાગી હોય તો એક બહેન સમજી ને  મને માફ કરજો.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version