ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
આમ જોવા જઈએ તો દોસ્તી નિભાવવા માટે કોઈ ખાસ દિવસની જરૂર હોતી નથી, જ્યારે પણ તમે મુશ્કેલીમાં હોવ છો ત્યારે તમારા દોસ્ત તમારી પડખે ઊભા જ હોય છે. પરંતુ હર એક સંબંધ માટે એક ખાસ દિવસ નીમવામાં આવ્યો છે જેમ કે ‘મધર્સ ડે’, ‘ફાધર્સ ડે’ વગેરે… તો પછી આમાં દોસ્તીનો દિવસ કેમ પાછળ રહી જાય! આથી આ ખાસ દિવસ ઑગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે. આ વર્ષે ફ્રેન્ડશિપ ડે, 1 ઑગસ્ટ, 2021ના દિવસે ઊજવવામાં આવશે. બૉલિવુડમાં પણ દોસ્તી ઉપર ઘણી બધી ફિલ્મો બની છે. કેટલીક તો એટલી લાજવાબ છે કે જેની ચર્ચા હંમેશાં થતી હોય છે. તો આવો જાણીએ દોસ્તી પરની સદાબહાર ફિલ્મો વિશે.
આનંદ

‘આનંદ’ ફિલ્મની વાર્તા અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની દોસ્તી પર છે. જેમાં રાજેશ ખન્ના મરતાં સમયે પણ અમિતાભને જિંદગી કઈ રીતે જીવવી એ શીખવે છે. આ ફિલ્મ એ જમાનામાં સુપર હિટ રહી હતી.
શોલે

દોસ્તી પર બનવાવાળી ફિલ્મ ‘શોલે’ કોઈ મિસાલથી ઓછી નથી. હિન્દી સિનેમાની સૌથી શાનદાર ફિલ્મોમાં સામેલ આ ફિલ્મ દોસ્તી માટે બહુ ખાસ છે અને જય – વીરુની દોસ્તી ને આજે પણ લોકો યાદ કરે છે.
યારાના

ફિલ્મ ‘યારાના’નું ગીત ‘તેરે જૈસા યાર કહાં…’ લોકોની આંખોમાં આંસુ લાવી દે. આ ફિલ્મમાં બિશન તેના બાળપણના દોસ્ત કિશનને મોટો ગાયક બનવામાં મદદ કરે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અમજદ ખાનની જોડીને આજે પણ દર્શકો પસંદ કરે છે.
દોસ્તાના

દોસ્તી પર બનેલી આ એકમાત્ર ઍક્શન ફિલ્મ છે. એનું નિર્દેશન રાજ ખોસલાએ કર્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા, ઝીનત અમાન, પ્રેમ ચોપરા, અમરીશ પુરી, હેલન અને પ્રાણે શાનદાર અભિનય કર્યો છે. દોસ્તી પર બનેલી આ ફિલ્મ શાનદાર ફિલ્મ છે.
જો જીતા વહી સિકંદર

દોસ્તી પર આધારિત આમિર ખાનની આ ફિલ્મ બૉલિવુડની શાનદાર ફિલ્મોમાં ગણવામાં આવે છે. દોસ્તી અને બલિદાનનો સંદેશ આપતી આ ફિલ્મમાં આમિર ખાન સાથે દીપક તિજોરીએ પણ શાનદાર અભિનય કર્યો છે.