Site icon

જ્યારે રાશન ન ખરીદી શકવાને કારણે માતા સાથે ખરાબ રીતે રડ્યો હતો ગોવિંદા; જાણો અભિનેતા ના સંઘર્ષ ના દિવસો વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

બોલિવૂડના પીઢ અભિનેતા ગોવિંદા ભલે 90ના દાયકામાં મોટા પડદાના ચમકતા સ્ટાર હોય, પરંતુ તેમને નાની ઉંમરથી જ ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. તેના જન્મ પહેલા જ તેના પિતા અરુણ આહુજાએ ફિલ્મ બનાવી હતી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ગોવિંદા 58 વર્ષના થઈ ગયા છે. તેણે વિરારની એક ચાલથી બોલીવુડના સુપરસ્ટાર બનવા સુધીની પ્રેરણાદાયી સફર કરી છે.

અભિનેતાએ 1997માં મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે અમારી પાસે કરિયાણું ખરીદવા માટે પણ પૈસા નહોતા. બાકી રકમ ન ચૂકવવા બદલ બનિયા મને ખૂબ અપમાનિત કરતો હતો. તેણે વધુમાં કહ્યું કે, બનિયા મને કલાકો સુધી ઉભો રાખતો હતો કારણ કે તે જાણતો હતો કે હું તેને સામાનના પૈસા નહીં આપું. એકવાર મેં દુકાને જવાની ના પાડી. આ બધું જોઈને મારી મા ભાંગી પડી અને રડવા લાગી અને તેને રડતી જોઈને હું પણ રડવા લાગ્યો.

ગોવિંદાએ 1986માં 'લવ 86'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ગોવિંદા 80 અને 90ના દાયકામાં સુપરસ્ટાર બની ગયા હતા. તેણે 'રાજા બાબુ', 'હીરો નંબર વન', 'બડે મિયા છોટે મિયા', 'હસીના માન જાયેગી', 'આંખે' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. તેના અભિનય ઉપરાંત, ગોવિંદા તેના જબરદસ્ત કોમિક ટાઈમિંગ અને ડાન્સ મૂવ્સ માટે જાણીતા છે.

‘બિગ બોસ 15’ ના આ બંને સ્પર્ધકો ટૂંક સમયમાં બંધાઈ શકે છે લગ્નના બંધનમાં, શો પૂરો થતાં જ લેશે સાત ફેરા!; જાણો વિગત

ગોવિંદા છેલ્લે 'રંગીલા રાજા'માં જોવા મળ્યો હતો. અભિનેતા ટૂંક સમયમાં તેનો મ્યુઝિક વીડિયો લઈને આવી રહ્યો છે. તેણે સૌથી પહેલા ડેબ્યુ ગીત 'ટિપ-ટિપ બરસા' ટ્રેક કર્યું હતું. આ પછી, તે 'ચશ્મા ચઢ્ઢા કે' લઈને આવી રહ્યો છે અને હવે ટૂંક સમયમાં ત્રીજું ગીત 'હેલો' જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.ગોવિંદા હાલમાં જ 'બિગ બોસ 15' ના વીકેન્ડ કા વાર એપિસોડમાં માં જોવા મળ્યો હતો. ગોવિંદાના આગમન સાથે જ ઘરમાં કોમેડીનો માહોલ જોવા મળ્યો હતો. સલમાન અને ગોવિંદા ઘણા સારા મિત્રો છે. બંને છેલ્લે ફિલ્મ 'પાર્ટનર'માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ પણ લીડ રોલમાં હતી.

 

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version