Site icon

હૃતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાના નાચો નાચો ડાન્સનો વીડિયો થયો વાયરલ, ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા; જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

અભિનેતા રામ ચરણ (Ram Charan)અને જુનિયર એનટીઆરની (Junior NTR) ફિલ્મ આરઆરઆર (RRR) ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. 'બાહુબલી' (Bahubali) ફેમ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની (SS Rajamouli) ફિલ્મ RRRએ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1100 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે અને હજુ પણ કમાણી કરી રહી છે. ફિલ્મની સાથે દર્શકોને ફિલ્મના ગીતો પણ પસંદ આવ્યા અને તે હિટ સાબિત થયા. ફિલ્મનું ગીત નાચો નાચો (Nacho nacho) ખૂબ જ ટ્રેન્ડ બની ગયું હતું અને હવે તેના પર રિતિક રોશન  (Hritik roshan)અને પ્રીતિ ઝિન્ટા (Preity Zinta)ની ડાન્સ વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જોકે આ વીડિયોમાં એક ટ્વિસ્ટ છે.

Join Our WhatsApp Community

વાસ્તવ માં , રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો (video) ફિલ્મ 'કોઈ મિલ ગયા' (koi mil gaya)નો છે, જેમાં બંને 'ઈધર ચલા મેં ઉધર ચલા' પર ડાન્સ કરી રહ્યાં છે. જો કે, આ વીડિયોને એડિટ (edit)કરતી વખતે એક ચાહકે ફિલ્મ RRRનું નાચો નાચો (nacho nacho) ગીત બેકગ્રાઉન્ડમાં મૂક્યું છે. વિડિયોને એટલી સારી રીતે એડિટ કરવામાં આવ્યો છે કે ડાન્સ સ્ટેપ્સ અને ગીતના બીટ્સ એકદમ મેળ ખાય છે. સોશિયલ મીડિયા યુઝર્સ રિતિક રોશન અને પ્રીતિના આ એડિટેડ ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે (social media yousers) લખ્યું- 'રામ ચરણ અને જુનિયર NTR જોયા પછી બેહોશ થઈ જશે…' બીજી તરફ બીજાએ લખ્યું- કોણ કહે છે કે બોલિવૂડ કોઈની પાછળ છે, જુઓ કેટલા વર્ષ પહેલા અમે ડાન્સ કર્યો હતો. બીજી તરફ બીજાએ લખ્યું- જો હૃતિક ખરેખર આ ગીત પર ડાન્સ કરશે તો મજા આવશે. આ વીડિયો પર ફેન્સ દ્વારા આવી ઘણી કોમેન્ટ્સ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : શાહરુખ ખાન અને કાજોલ ના ફેન્સ માટે સારા સમાચાર: આ રિયાલિટી શો માં સાથે જોવા મળશે

તમને જણાવી દઈએ કે 25 માર્ચ, 2022ના રોજ રીલિઝ થયેલી આ (RRR) ફિલ્મના હિન્દી વર્ઝને અત્યાર સુધીમાં કુલ 261.83 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. નોંધપાત્ર રીતે, ચાહકો ફિલ્મની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માહિતી અનુસાર, RRRનું હિન્દી વર્ઝન Netflix પર પ્રીમિયર થશે, જ્યારે બાકીની ફિલ્મ Zee5 પર રિલીઝ થશે.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version