Site icon

શું ત્રીજી વાર માતા બનવા જઈ રહી છે કરિના કપૂર-વાયરલ ફોટા માં જોવા મળી રહ્યું છે અભિનેત્રી નું બેબી બમ્પ

News Continuous Bureau | Mumbai 

કરીના કપૂર ખાન હાલમાં તેના પતિ સૈફ અલી (Kareena Kapoor)ખાન અને બન્ને બાળકો તૈમૂર અને જેહ સાથે લંડનમાં(London) ક્વોલિટી સમય વિતાવી રહી છે. અભિનેત્રીની સાથે તેની બહેન કરિશ્મા કપૂર(Karisma Kapoor) અને તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા પણ છે. કરીના  તેના ફેન્સ માટે તેના પતિ અને બાળકો સાથે વેકેશનની(vacation) તસવીરો શેર કરતી રહે છે. તે પોતાની ટ્રિપની દરેક અપડેટ તેના ફેન્સ સાથે શેર કરે છે, પરંતુ આ દરમિયાન ફોટા જોયા બાદ કરીનાના ફરી મા બનવાના સમાચાર સામે આવવા લાગ્યા છે.

Join Our WhatsApp Community

બધા જાણે છે કે કરીના કપૂર ખાન હાલ લંડન(London vacation) માં તેનું વેકેશન એન્જોય કરી રહી છે. તેના વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા(social media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે.આ દરમિયાન કરીના કપૂરની તસવીર સામે આવી છે. વાસ્તવમાં, કરીનાનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. ફોટોમાં કરીના, સૈફ અને એક મિત્ર સાથે પોઝ આપતી જોવા મળે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.વાયરલ થઈ રહેલા ફોટામાં કરીનાનું મોટું થયેલું પેટ (baby bump)દેખાઈ રહ્યું છે. જેણે તેની તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ જ કારણ છે કે ફરી એકવાર કરીનાની પ્રેગ્નન્સીને(pregnancy) લઈને સવાલો ઉભા થઇ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : લલિત મોદી સાથેના અફેરના મામલે સુષ્મિતા સેને તોડ્યું મૌન- ઈન્સ્ટાગ્રામ પર આવીને જણાવી સંબંધ ની વાસ્તવિકતા

કરીના કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'(Lal singh chaddha)માં જોવા મળશે. આ ફિલ્મમાં તે અભિનેતા આમિર ખાન સાથે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જે દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. તેના ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Naagin 7: એકતા કપૂરના શોમાં પોપ્યુલર એક્ટ્રેસની એન્ટ્રી! પ્રિયંકા ચહર માટે વધશે મુશ્કેલી?
Dharmendra Funeral: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર બાદ હેમા માલિની અને ઈશા દેઓલ નો ભાવુક વિડીયો, આંખોમાં હતા આંસુ
Dharmendra Property Rights: હેમા માલિનીને ધર્મેન્દ્રની પ્રોપર્ટી કે પેન્શનમાં કેમ નહીં મળે ભાગ? જાણો કાયદાકીય જોગવાઈ
Dharmendra Death: બૉલિવુડમાં શોક: ‘એક યુગનો અંત…’ અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર PM મોદી ભાવુક, સોશિયલ મીડિયા પર લખ્યો સંદેશ.
Exit mobile version