Site icon

કરણ જોહર તેની કારકિર્દીની સૌથી મોટી એક્શન ફિલ્મનું કરશે નિર્દેશન, આ સુપરસ્ટાર ભજવી શકે છે મુખ્ય ભૂમિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

બુધવાર

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ દિવસોમાં મોટી ફિલ્મોની જાહેરાત કરી રહી છે. મોટા બેનરો સતત મેગા બજેટ ફિલ્મોના આયોજનમાં વ્યસ્ત છે કારણ કે આવી મોટી ટિકિટ વાળી ફિલ્મો કોરોનાને કારણે થતા નુકસાનને ઘટાડી શકે છે. તાજેતરમાં, બોલિવૂડના કોરિડોરમાંથી એવા અહેવાલો આવ્યા હતા કે કરણ જોહર તેની કારકિર્દીની પ્રથમ એક્શન થ્રિલરનું નિર્દેશન કરવા માટે તૈયારી કરી રહ્યો છે.કરણ જોહરે અત્યાર સુધી માત્ર રોમેન્ટિક ફિલ્મોમાં જ હાથ અજમાવ્યો છે પરંતુ હવે તે એક્શન જોનરમાં પણ પગ જમાવવાનું વિચારી રહ્યો છે.

એક મીડિયા હાઉસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કરણ જોહરની આ એક્શન થ્રિલર ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. આ દિવસોમાં કરણ જોહર તેની આગામી રોમ-કોમ 'રોકી ઔર રાની કી લવ સ્ટોરી'માં વ્યસ્ત છે, જેમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર છે. કરણ જોહર 'રોકી ઔર રાની કી લવ સ્ટોરી' પૂરી થતાંની સાથે જ તેની એક્શન થ્રિલરનું શૂટિંગ શરૂ કરશે.ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક સૂત્રનું માનીએ તો કરણ જોહરની આ એક્શન થ્રિલરમાં અભિનેતા રિતિક રોશન જોવા મળી શકે છે. હૃતિક રોશનની વોર દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આમાં રિતિક લાંબા સમય બાદ એક્શન કરતો જોવા મળ્યો હતો. કરણ જોહરને લાગે છે કે એક્શન જોનરમાં ડેબ્યૂ કરવા માટે તેને હૃતિક રોશન કરતાં સારો પાર્ટનર નહીં મળે.ખાન ત્રિપુટી પછી, રિતિક રોશન એકમાત્ર એવો સ્ટાર છે જેની ફિલ્મની ટિકિટ દર્શકો ખરીદે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે હૃતિક રોશન ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શનની એક્શન થ્રિલરમાં જોવા મળે, જેનું નિર્દેશન કરણ જોહર પોતે કરશે.

શો 'અનુપમા' માટે ગૌરવ ખન્ના ન હતા નિર્માતાઓની પહેલી પસંદ,ગૌરવ પેહલા આ કલાકારોને ઓફર કરવામાં આવ્યો હતો અનુજનો રોલ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે આ પહેલા રિતિક રોશન ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ વોરમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળ્યો હતો.હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી, ત્યારબાદ વોરનો બીજો ભાગ પણ બનાવવાની અટકળો થઈ રહી હતી. જ્યાં સુધી રિતિકની અન્ય ફિલ્મોની વાત છે તો તે આ વર્ષે ફિલ્મ 'ક્રિશ-4'માં પણ કામ કરતો જોવા મળશે. ફિલ્મના અગાઉના ભાગો સુપરહિટ રહ્યા છે અને હવે ચાહકો ક્રિશના આગામી ભાગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.આ ઉપરાંત આ દિવસોમાં રિતિક રોશન તેની આગામી ફિલ્મ 'વિક્રમ વેધા'ની રિમેકમાં વ્યસ્ત છે, જેમાં સૈફ અલી ખાન પણ જોવા મળશે. તે દક્ષિણની ફિલ્મની સત્તાવાર રિમેક છે, જેમાં વિજય સેતુપતિ અને આર. માધવન દેખાયો હતો.

Gangster Ravi Pujari: ગેંગસ્ટર રવિ પૂજારીની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ: રેમો ડિસોઝાને ધમકાવી ₹50 લાખની ખંડણી માંગવાનો આરોપ; જાણો શું છે સમગ્ર વિવાદ.
Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Exit mobile version