Site icon

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ પહેલાં કરિના કપૂર ખાન ટી શર્ટને કારણે થઇ ટ્રોલ-યુઝર્સ કરી રહ્યા છે આવી આવી કમેન્ટ-જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood Actress) કરીના કપૂર ખાન(Kareena Kapoor Khan) ઘરની બહાર નીકળે એટલે તેનાં પર કેમેરાની નજર અટકી જ જાય. તેનાં કપડાં તેની સ્ટાઇલ તેનાં શૂઝ બધા પર સોશિયલ મીડિયા પોલીસની નજર રહેતી હોય છે. તેમાં જ તે હાલમાં જ્યારે તદ્દન સમાન્ય લાગતી ટી શર્ટ પહેરી બહાર નીકળી ત્યારે સૌ કોઇનું ધ્યાન તેનાં પર ગયું. આ ટી-શર્ટ(Ti-shert) નહીં પણ તેની કિંમતનાં કારણે ફરી એક વખત કરીના કપૂર ખાન ચર્ચામાં આવી ગઈ. આ ટી-શર્ટ ગુચી(Gucci) બ્રાન્ડની છે અને તેની કિંમત ૪૦,૦૦૦ રૂપિયા છે. ઇન્સ્ટાગ્રામ પેજ(Instagram page) પર વૂમ્પલા દ્વારા શેર કરવામાં આવેલાં આ વીડિયોમાં ટી-શર્ટ અંગે માહિતી આપવામાં આવી છે. આ વીડિયો પર જ ટ્રોલ્સે(Trolls) તેને આડે હાથ લીધી અને તેને સાવ સામાન્ય દેખાતી પણ આટલી મોંઘી ટીશર્ટ પહેરવા બદલ આડે હાથે લઇ લીધી હતી. 

Join Our WhatsApp Community

કરીના કપૂર ખાન હાલમાં મુંબઈ ખાતે જોવા મળી હતી. આ દરમિયાન તે ગુચ્ચી યેલો ટી-શર્ટ અને કેઝ્‌યુઅલ ટ્રાઉઝરમાં(Casual trousers) જાેવા મળી હતી. કરીના કપૂર ખાને પોતાના લુકને બ્લેક સન ગ્લાસ સાથે સ્ટાઈલ કર્યો હતો અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. સાથે જ તેના હાથમાં કોફીનો ગ્લાસ હતો. કરીના કપૂર કેઝ્‌યુઅલ આઉટફિટ(Casual outfit) અને ફ્લેટ ફૂટવેરમાં સ્પોર્ટી લુક ફ્લોન્ટ કરતી જાેવા મળી હતી પરંતુ તેનાથી પણ વધારે તેની ટી-શર્ટે લોકોને આકર્ષિત કર્યા હતા. કરીનાની ગુચ્ચી યેલો ટી-શર્ટની કિંમત તમારા હોશ ઉડાવી દે તેવી હતી. આ ટી-શર્ટની કિંમત ૪૦,૦૦૦ રૂપિયા છે પરંતુ કરીનાનો મોંઘો લુક નેટીઝન્સને આકર્ષવામાં સફળ નહોતો રહ્યો. ઘણા યુઝર્સે તેને મોંઘી ગુચ્ચી ટી-શર્ટને લઈને ટ્રોલ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : કંગના રનૌતે નદીના પથ્થર અને લાકડા વડે બનાવ્યું પોતાનું નવું ઘર-જુઓ અભિનેત્રી ના મનાલીના નવા ઘરની અંદરની તસવીરો

કરીનાનાં આ વીડિયો પર ટ્રોલ્સ અટકી રહ્યાં નથી તેઓ જાત ભાતની કમેન્ટ કરી રહ્યાં છે. એક લખે છે, 'અમારા સરોજીનીમાં આવી ટીશર્ટ ૧૫૦-૨૦૦માં મળી જાય.' અન્ય એકે લખ્યું છે કે, 'આવી ટી શર્ટ માટે ૪૦,૦૦૦ રૂપિયા કોણ ખર્ચે', અન્ય એક લખે છે ગુચી બ્રાન્ડ છે તો તમે ગમે તે લખશો અમે માની લઇશું.. કાલ ઉઠીને તમે લખો ચાર લાખની ટી-શર્ટ તો અમે માની લઇશું. અન્ય એક ટ્રોલે કમેન્ટ કરી છે કે, ૧૦૦-૧૫૦માં આવી કેટલી જાેઇએ છે. અન્ય એકે લખ્યું છે, 'મારી પાસે સેઇમ આવી છે ૨૦૦ રૂપિયાની.. સરોજીનીમાં ૧૫૦માં મળી જશે.'

Haq Got UA Certificate: યામી ગૌતમ અને ઇમરાન હાશમીની ‘હક’ ફિલ્મ થઇ સેન્સર બોર્ડ માં પાસ, કોઈ પણ કટ વગર મળી મંજૂરી
Rashmika Mandanna: રશ્મિકા મંદાના એ પહેલીવાર ફ્લોન્ટ કરી પોતાની એંગેજમેન્ટ રિંગ, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ
Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
Bahubali: The Epic OTT Release: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી બાહુબલી ધ એપિક ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ
Exit mobile version