Site icon

કાર્તિક આર્યન આ ભારતીય ક્રિકેટરની બાયોપિક કરવા માંગે છે, એક્ટરે કર્યો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન તાજેતરમાં જ 'ધમાકા'માં તેના જોરદાર અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. આ દિવસોમાં અભિનેતા તેના ફેન ફ્લોઇંગને કારણે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. હવે તાજેતરમાં અભિનેતાએ ખુલાસો કર્યો છે કે જો તેને તક મળશે તો તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર બાયોપિક બનાવવાનું પસંદ કરશે.એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન, કાર્તિકને બાયોપિક વિશે પૂછવામાં આવ્યું કે તે શું કરવા માંગે છે. કાર્તિક આર્યન એ તરત જ 'વિરાટ કોહલી'નું નામ લીધું. તાજેતરમાં, કાર્તિકે 'ધમાકા'ની સફળતા વિશે વાત કરી કારણ કે તે દર્શકોના વખાણથી ખૂબ ખુશ છે.

તેણે પોર્ટલ ને  કહ્યું, "મને ખુશી છે કે દરેકને મને ફરીથી સ્ક્રીન પર જોઈને આનંદ થાય છે. જ્યારે તમે જીવનમાં કંઈક નવું કરવાનું શરૂ કરો છો ત્યારે તમને તે જોઈએ છે અને મને લાગે છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા તમામ રિવ્યુ, મને મળેલા તમામ મેસેજ અને ફોન કોલ્સ ખરેખર મારા પાત્રને વખાણવા અને મારા ગમતા કામને લીલી ઝંડી આપી હતી..તે મારી કારકિર્દીની સૌથી પડકારજનક ભૂમિકાઓમાંની એક હતી. તેને પ્રેમ કરવા બદલ હું દર્શકો અને ઈન્ડસ્ટ્રીના દરેક વ્યક્તિનો આભારી છું. હવે તમે મને વધુ પડકારરૂપ ભૂમિકામાં જોશો."

અર્જુન કપૂરે જ્હાન્વી કપૂર અને ખુશી સાથેના પોતાના સંબંધોને લઈ ને કહી આ વાત; જાણો વિગત

કાર્તિક ના વર્ક ફ્રન્ટ ની વાતકરીએ તો , ‘શહજાદા’ ઉપરાંત, કાર્તિક પાસે અનીસ બઝમીની ‘ભૂલ ભુલૈયા 2’ પણ પાઇપલાઇનમાં છે.  આ ફિલ્મમાં તેની સાથે તબ્બુ અને કિયારા અડવાણી પણ જોવા મળશે.’ ભુલ ભુલૈયા 2’ એ પ્રિયદર્શનની 2007ની હોરર-કોમેડી ‘ભુલ ભુલૈયા’ ની સ્ટેન્ડઅલોન સિક્વલ છે જેમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને શાઇની આહુજા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને ચાહકોને પોતાની સાથે જોડાયેલી માહિતી શેર કરે છે.

Real vs Fake IMAX: IMAX ના નામે બોલિવૂડનો મોટો દાવ! મોટી સ્ક્રીન એટલે જ IMAX? જાણો કેમ તમારી પાસેથી વસૂલવામાં આવે છે ડબલ પૈસા
Naagin 7 Update: એકતા કપૂરનો આકરો મિજાજ! ‘નાગિન 7’ ના સેટ પર મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા પાછળનું શું છે અસલી કારણ? જાણો અંદરની વાત
Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Exit mobile version