Site icon

રાખી સાવંત અને રાહુલ મહાજન બાદ હવે થશે ગાયક મીકા નો સ્વયંવર-શું આ એક રિયાલિટી શો હશે કે પછી સ્ક્રિપ્ટેડ જાણો અહીં

 News Continuous Bureau | Mumbai

બોલિવૂડનો શાનદાર સિંગર મીકા સિંહ (Mika singh)પોતાના લાઈફ પાર્ટનરની શોધમાં નીકળી ગયો છે. તેનો પરિવાર, મિત્રો અને લાખો ચાહકો આશા રાખી રહ્યા છે કે ગાયક ‘સ્વયંવર: મીકા દી વોહટી’માં તેનો જીવન સાથી મેળવશે. મીકા સિંહનો સ્વયંવર(Mika singh swayamvar) શો ટૂંક સમયમાં ટીવી પર આવવાનો છે. શોના ઘણા પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં મિકાના એક્સાઈટમેન્ટને જોઈને ફેન્સ શોની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.મીકા સિંહ સ્વયંવરના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શો સ્ટાર ભારત(Star Bharat) પર 19 જૂન 2022 ના રોજ રાત્રે 8 વાગ્યાથી પ્રસારિત થશે. રસપ્રદ વાત એ છે કે આ શોને અન્ય કોઈ નહીં પરંતુ પીઢ ગાયક શાન હોસ્ટ(host shaan) કરવાના છે.

Join Our WhatsApp Community

મીકા સિંહ રાખી સાવંતની જેમ લોકોને દગો આપશે કે પછી વાસ્તવિક જીવનમાં ખરેખર લગ્ન કરશે? લોકોના મનમાં આ સવાલ ઉભો થઈ રહ્યો છે. આ શોના ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો બધુ જ સ્ક્રિપ્ટેડ (scripted)હશે. મીકા સિંહ ભાગ્યે જ આ લગ્ન કરશે.મીકા સિંહ રાખી સાવંતની (Rakhi sawant)જેમ લોકોને દગો આપશે કે, પછી રાહુલ મહાજનની જેમ બાદમાં તલાક લઈ લેશે. રાખીએ આ શોમાં જે પાર્ટનરની પસંદગી કરી હતી, તે પાર્ટનરને બાદમાં છોડી દીધો હતો. તો રાહુલ મહાજને(Rahul Mahajan) આ શો દરમિયાન લગ્ન કરી લીધા હતા, પરંતુ થોડા મહિના બાદ તલાક (divorce)પણ આપી દીધા હતા. મીકા સિંહની વાસ્તવિકતા સમય સાથે ખબર પડી જ જશે. જેથી દર્શકો મીકા સિંહના સ્વયંવરને હકીકત માને તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.રિયાલિટી શો પરથી લોકોનો વિશ્વાસ ધીરે ધીરે તૂટી રહ્યો છે. પહેલા રિયાલિટી શોમાં વાસ્તવિકતા દર્શાવવામાં આવતી હતી. હવે તમામ રિયાલિટી (reality show)શોમાં બઘું જ પહેલેથી ફિક્સ હોય છે. કયા પ્રતિયોગીએ શું કરવાનું છે, કયા જજે કઈ રીતે રિએક્શન આપવાનું છે, ઓડિશન વિશે પણ પહેલેથી જ જણાવી દેવામાં આવે છે કે, કોણે શું કરવાનું છે. મોટાભાગના રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે. બિગ બોસથી લઈને સ્વયંવર સુધીના રિયાલિટી શોથી માત્ર TRP વધારવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : કાર્તિક આર્યન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે ટીવી ની આ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી

તમને જણાવી દઈએ કે, 45 વર્ષીય મિકા 12 છોકરીઓમાંથી એકને પોતાની જીવનસાથી(life partner) તરીકે પસંદ કરવા માટે ઉત્સુક છે. આ શોમાં 12 છોકરીઓ ભાગ લઈ રહી છે, જે દેશના અલગ-અલગ ખૂણેથી આવશે અને મિકા સિંહના દિલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે, 12 છોકરીઓમાંથી મિકા કઇ યુવતીને પોતાના સાથી તરીકે પસંદ કરે છે.

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version