સોશિયલ મીડિયા પર લોકોએ મોદી સરકારની ટીકા કરવાનું ચાલુ કરી દીધું છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય યુઝર્સ સુધીના લોકો મોદી સરકારની ટીકા કરી રહ્યા છે.
બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર ફરી એક વખત ખુલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા છે. એક ટ્વીટના જવાબમાં અનુપમ ખેરે કહ્યું હતું કે- ગભરાશો નહીં. આવશે તો મોદી જ.
આના પહેલા પણ અનેક પ્રસંગે અનુપમ ખેર વડાપ્રધાનનો બચાવ કરતા જોવા મળેલા છે. વડાપ્રધાન મોદી અને અનુપમ ખેર વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે.
પૈસા ન હોવાને કારણે આ દેશની ૬૦ ટકા ગરીબ જનતાને વર્ષ 2023 સુધી વેક્સિન માટે રાહ જોવી પડશે.
