ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 24 એપ્રિલ 2021.
શનિવાર.
બોલીવુડની જાણીતી અને સુંદર અભિનેત્રી નેહા શર્મા ભલે ફિલ્મોથી હાલ દૂર હોય પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.
બૉલીવુડ અભિનેત્રી નેહા શર્માને સોશિયલ મીડિયા સેંસેશન પણ કહેવામાં આવે છે. તેનું ઇન્સ્ટાગ્રામ પેજ હોટ એને સેંસેશનલ ફોટોથી ભરેલું છે. તેની આ સુંદર તસવીરો હાલમાં લાઇમ લાઇટમાં છે.

અભિનેત્રી નેહા શર્માએ તાજેતરમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ કેરી કર્યો છે. તેનો આ ગ્લેમરસ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

વર્કફ્રન્ટ ની વાત કરીએ તો નેહા શર્માએ તેની કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ ચિરતથી કરી હતી. આ ફિલ્મમાં ચરણ તેજ સામે તે જોવા મળી હતી અને હિન્દી ફિલ્મ જગતમાં મોહિત સૂરીની ફિલ્મ ક્રૂકથી ડેબ્યૂ કર્યું હતું.

આ સિવાય નેહા શર્મા 'ક્યા સુપર કૂલ હૈ હમ', 'યંગિસ્તાન', 'યમલા પગલા દીવાના', 'તુમ બિન 2', 'મુબારકાં' અને 'તાન્હાજી' જેવી ફિલ્મોમાં નજર આવી ચુકી છે.
