Site icon

નુસરત ભરૂચાની ફિલ્મ જનહિત મેં જારી નું ટ્રેલર થયું રિલીઝ, કોમેડી સાથે આપી રહી છે ખૂબ જ સારો સામાજિક સંદેશ; જુઓ ફિલ્મ નું ટ્રેલર

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ(Nusrat Bharucha) પોતાની એક્ટિંગથી એક અલગ જ ઓળખ બનાવી છે. નુસરતે બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. હવે તે ટૂંક સમયમાં જ ફિલ્મ જનહિત મેં જારી માં(Jan hit me jari) જોવા મળવાની છે. આ ફિલ્મ માટે તે હેડલાઇન્સમાં રહી હતી. આ ફિલ્મનું ટ્રેલર (film trailer)રિલીઝ કરવામાં આવ્યું છે. જનહિત મેં જારી માં નુસરત સેલ્સ ગર્લના (sales girl)રોલમાં જોવા મળશે. તે કોન્ડોમ વેચતી જોવા મળશે.

Join Our WhatsApp Community

નુસરત (Nusrat Bharucha)આ વખતે સામાજિક મુદ્દાઓ પર ફિલ્મ લઈને આવી છે. જેમાં તે કોન્ડોમ (condom) વેચીને લોકોમાં જાગૃતિ ફેલાવતી જોવા મળે છે. નુસરતે સામાજિક મુદ્દાઓ સાથે રમૂજ લાવી છે. ટ્રેલરની શરૂઆત નુસરત એક કોન્ડોમ કંપનીમાં કામ કરતી સાથે થાય છે. જ્યાં તે આકસ્મિક રીતે કામ કરવા લાગે છે. નુસરતના જીવનમાં મુસીબતો ત્યારે આવે છે જ્યારે તેના લગ્ન થાય છે અને તેના સાસરિયાઓ ને તેની નોકરી કરવાથી વાંધો પડે છે.ટ્રેલરમાં હાસ્ય અને જોક્સ (trailer) ચાલી રહ્યા છે ત્યારે અંતે અચાનક એક સામાજિક મુદ્દો (social issue)) બતાવવામાં આવ્યો છે. નુસરત એબોર્શન અને છોકરીઓ માટે વાત કરે છે. તેણી કહે છે કે તે ફક્ત પુરુષો માટે જરૂરી છે, તે સ્ત્રીઓ માટે જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો :કાર્તિક આર્યન ને ડેટ કરવા પર કૃતિ સેનને તોડ્યું પોતાનું મૌન, કહી આ વાત

'જનહિત મેં જારી'(Jan hit me jari) વિશે વાત કરતાં તેણે કહ્યું કે આ મધ્યપ્રદેશની (Madhya Pradesh)એક છોકરીની વાર્તા છે, જે તેના શહેરમાં કોન્ડોમ (condom sale) વેચવાનું કામ કરે છે. ફિલ્મમાં પાવેલ ગુલાટી, અન્નુ કપૂર, અનુદ ઢાકા અને પરિતોષ ત્રિપાઠી પણ જોવા મળશે.'જનહિત મેં જારી' ઉપરાંત,અભિનેત્રી પાસે ઘણી રસપ્રદ ફિલ્મો પાઇપલાઇનમાં છે. તે છેલ્લે વિશાલ ફુરિયાની હોરર ફિલ્મ 'છોરી'માં (Chhori) જોવા મળી હતી જે એમેઝોન પ્રાઇમ (Amazon prime) પર રિલીઝ થઈ હતી. આ પછી તે સની કૌશલ અને વિજય વર્મા સાથે 'હડંગ'માં જોવા મળશે. તેની પાસે અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ સ્ટારર ફિલ્મ રામ સેતુ પણ છે. તે 'છોરી 2' અને 'સેલ્ફી'માં અક્ષય કુમાર, ડાયના પેન્ટી અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે.'જનહિત મેં જારી' ફિલ્મ 10 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

 

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Exit mobile version