Site icon

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિસેમ્બર 2022માં નહીં પણ આ મહિના માં કરશે લગ્ન, નવી તારીખ આવી સામે

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સ આ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ હાલમાં જ જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ બંને ડિસેમ્બર 2022માં નહીં પરંતુ તે પહેલા લગ્ન કરશે.પહેલા એવી ખબર આવી હતી કે બંને 2021 ના ​​અંતમાં લગ્ન કરી લેશે પરંતુ પછી સમાચાર આવ્યા કે બંને એપ્રિલ 2022 માં લગ્ન કરવા જઈ રહ્યા છે. જે બાદ ફેન્સને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેમના લગ્નની તારીખ ડિસેમ્બર 2022 જણાવવામાં આવી રહી હતી. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેના કારણે ફરી એકવાર ફેન્સમાં હોબાળો મચી ગયો છે.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ ના  સમાચાર અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે ડિસેમ્બરમાં નહીં પરંતુ ઓક્ટોબર મહિનામાં લગ્ન કરશે. બોલિવૂડના આ કપલના લગ્નને લઈને ઘણી વખત અલગ-અલગ સમાચાર સામે આવ્યા છે, પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે તેના પરથી એવું માનવામાં આવે છે કે બંને જલ્દી લગ્ન કરી લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપૂર અને ભટ્ટ પરિવારે નક્કી કર્યું છે કે બંનેના લગ્ન આ વર્ષે ઓક્ટોબર મહિનામાં થશે.એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, આલિયા અને રણબીરના લગ્નની તારીખો કેમ આગળ -પાછળ જઈ રહી છે તે કોઈ કહી શકતું નથી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈના પાલી હિલમાં સ્થિત ક્રિષ્ના રાજમાં રોકાશે. તેમના ઘરનું રિનોવેશન હજુ પણ ચાલુ છે.અને તે હજી તૈયાર નથી. તેને પૂર્ણ કરવામાં હજુ 18 મહિનાનો સમય લાગશે. રિનોવેશન પછી જ બંને આ ઘરમાં શિફ્ટ થશે. આવી સ્થિતિમાં ચાહકો ઈચ્છી રહ્યા છે કે તેમને જલ્દી રણબીર અને આલિયા ભટ્ટના લગ્નના સારા સમાચાર સાંભળવા મળે.

આ સમાચાર પણ વાંચો : 'બિગ બોસ 14'ની આ કન્ટેસ્ટન્ટ ને મળી ‘ખતરો કે ખિલાડી 12’ ની ઓફર! શું મેકર્સ નો પ્રસ્તાવ સ્વીકારશે?

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા અને રણબીર ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ સિવાય રણબીર ‘શમશેરા’, ‘એનિમલ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. આલિયા ભટ્ટ ‘એસએસ રાજામૌલીની 'RRR' અને કરણ જોહરની 'તખ્ત' અને 'રોકી ઔર રાની કી લવસ્ટોરી' માં કામ કરી રહી છે.

 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version