અભિનેતા રણવીર સિંહે એક ફેમસ મેગેઝીન કવર માટે ન્યૂડ પોઝ(Ranveer Singh nude pose) આપ્યો છે. રણવીરના આ ફોટોશૂટે ઇન્ટરનેટ(internet) પર ધૂમ મચાવી દીધી છે. આ ફોટોઝમાં રણવીર કંઈપણ પહેર્યા વિના તુર્કી રગ પર પોઝ આપી રહ્યો છે. મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં તે પોતાની ફિલ્મો, તેની ફેશન વિશે ચર્ચા કરી રહ્યો છે.
રણવીરે નગ્ન પોઝ (nude pose)આપીને બધાને ચોંકાવી દીધા છે.
આ તસવીરોમાં રણવીર એકદમ આત્મવિશ્વાસથી(confident) ભરપૂર દેખાઈ રહ્યો છે અને તેની મસ્ક્યુલર બોડી ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે.
રણવીર સિંહે મેગેઝીન ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'મારા માટે શારીરિક રીતે નગ્ન(nude) થવું ખૂબ જ સરળ છે. જોકે મારા કેટલાક અભિનયમાં હું નગ્ન રહી ચુક્યો છું.તમે મારા આત્માને જોઈ શકો છો, તે કેટલી નગ્ન છે? હું હજાર લોકોની સામે નગ્ન થઈ શકું છું. મને કોઈ વાંધો નથી. તે માત્ર એટલું જ છે કે તેઓ અસ્વસ્થતા અનુભવે છે.
નોંધનીય છે કે રણવીર સિંહ છેલ્લે બોલિવૂડ ફિલ્મ જયેશભાઈ જોરદારમાં(Jayeshbhai Jordar) જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. હાલમાં, તે તેની આગામી ફિલ્મો સર્કસ, રોકી ઔર રાની કી પ્રેમ કહાની થી લઈને અન્ય ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.