Site icon

સંસ્કારી વહુ અનુપમા અને દાંડિયા કવીન  ફાલગુની પાઠક ની જુગલબંધી-સ્ટેજ પર કર્યા ગરબા- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત દેશભરમાં નવરાત્રી પર્વની(Navratri festival) ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા પૂરજોશમાં ચાલી રહ્યા છે અને એમાં પણ ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકની(Garba Queen Falguni Pathak) વાત જ શું કરવી. એમાં પાછી ‘અનુપમા’(Anupamaa) ફેમ રૂપાલી ગાંગુલી(Rupali Ganguly) એ તેમાં ‘સોના માં સુગંધ’ ભેળવી હતી. અનુપમા સિરિયલ(Anupama serial) માં ડાન્સ એકેડેમી(Dance Academy) ચલાવનાર રૂપાલી ગાંગુલી ફાલ્ગુની પાઠક સાથે ગરબા કરવા પહુંચી હતી જ્યાં તેને દાંડિયા કવીન(Dandiya Queen) ફાલ્ગુની પાઠક સાથે ગરબા કર્યા હતા.’અનુપમા’ ની ડાન્સ શૈલી જોઈ ને ત્યાં ઉપસ્થિત ખેલૈયાઓ જોશ માં આવી ગયા હતા. 

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા(social media) પર રૂપાલી નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફાલ્ગુની સાથે ટ્રેડિશનલ ડાન્સ સ્ટેપ્સ(Traditional Dance Steps) કરી રહી છે. પંડાલમાં આવીને રૂપાલી એ માતા રાણી ના દર્શન કર્યા અને તેની સફળતા માટે તેમનો આભાર માન્યો. આ પછી રૂપાલી એ પોતાની સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. તેને અનુપમા ના ફેમસ ડાયલોગ ‘મેં ઘૂમું ફીરુ,નાચું ગાઉં’ બોલી ને લોકો ને એન્ટરટેઇન કર્યા હતા. ત્યારબાદ અભિનેત્રી દાંડિયા કવીન ફાલ્ગુની પાઠક ના લેટેસ્ટ સોન્ગ ‘વાંસલડી વાગી રે’ પર ગરબા કરતી જોવા મળી હતી.રૂપાલી અને ફાલ્ગુનીનો આ ડાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જ્યાં એક તરફ ફાલ્ગુની ગીત ગાઈ રહી છે, તો રૂપાલી  ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે. 

આ સમાચાર પણ વાંચો :  ફાલ્ગુની પાઠક ના રંગ માં રંગાયો રિતિક રોશન-અભિનેતા સાથેના તેના ડાન્સે ચાહકોને કર્યા પ્રભાવિત-જુઓ વિડીયો 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રૂપાલી તેની સિરિયલ ‘અનુપમા’ ના શૂટિંગ માં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૂપાલી ગાંગુલી શરૂઆતના તબક્કામાં ‘અનુપમા’ માટે પર એપિસોડ લગભગ 1.5 લાખ રૂપિયા લેતી હતી. પરંતુ શોની લોકપ્રિયતા વધ્યા બાદ રૂપાલી ગાંગુલીની ફી વધારીને 3 લાખ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં રૂપાલીએ કમાણીના મામલે ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બાકીના કલાકારોને માત આપી દીધી છે.

 

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version