Site icon

શું સારા તેંડુલકર કરશે બોલિવૂડમાં ડેબ્યૂ? પિતા સચિન તેંડુલકર પાસેથી મળી ગઈ પરવાનગી!

News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની(Sachin Tendulkar) પુત્રી સારા તેંડુલકર (Sara Tendulkar)સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. તેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા (social media) પર વાયરલ થતી રહે છે. તે દરરોજ પોતાની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સની યાદી પણ ઘણી લાંબી છે. ફેન ફોલોઈંગ (fan following) અને લોકપ્રિયતાના મામલામાં સારા કોઈપણ સેલિબ્રિટીથી પાછળ નથી. હવે સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે જોડાયેલા એવા  સમાચાર સામે આવી રહ્યા છે, જે બાદ તેના બોલિવૂડમાં પગ મૂકવાની (Bollywood debut) અફવાઓએ ફરી એકવાર હવા પકડી છે.

Join Our WhatsApp Community

સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સારા આ દિવસોમાં એક્ટિંગની શિક્ષા (actiong class) લઈ રહી છે અને આવનારા સમયમાં ઘણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ (brand endorsment) કરતી જોવા મળશે. સારાની નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, "સારા ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ (bollywood debut) કરી શકે છે. તેને હંમેશા એક્ટિંગમાં રસ રહ્યો છે, જેના કારણે સારાએ (Sara Tendulkar) એક્ટિંગના ક્લાસ પણ લીધા છે. સારાએ કેટલીક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે.લંડનની(London university) યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ (medicine course) કર્યા બાદ, સારા હવે ગ્લેમરની દુનિયામાં કારકિર્દી બનાવવા માટે ઉત્સુક છે."અહેવાલો જણાવે છે કે "સારા તેની અભિનય કુશળતાથી પ્રેક્ષકોને ચોંકાવવા માટે તૈયાર છે. સારા અત્યંત પ્રતિભાશાળી છે અને તેણી તેના જીવન માટે જે પણ નિર્ણય લે છે તેમાં તેના માતાપિતા હંમેશા તેને ટેકો આપે છે. સારા વ્યવસાયે એક મોડેલ છે. 

આ સમાચાર પણ વાંચો: કરણ જોહરે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની રિલીઝ ડેટ કરી જાહેર, ફિલ્મની સ્ટાર કાસ્ટ પર લખી કવિતા

24 વર્ષની આ સ્ટાર કિડે ઈ-કોમર્સ પોર્ટલ (E commerce portal) માટે જીવનશૈલીની જાહેરાત સાથે મોડલિંગની (modeling) શરૂઆત કરી હતી. આ કોમર્શિયલમાં તે તેના અદભૂત લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સારાની સાથે આ જાહેરાતમાં તાનિયા શ્રોફ (Taniya Shroff) અને અભિનેત્રી બનિતા સંધુ (Banita sandhu) પણ હતી. તમને જણાવી દઈએ કે બનિતા સંધુએ પોતાના કરિયરની શરૂઆત વરુણ ધવન સ્ટારર ફિલ્મ 'ઓક્ટોબર'થી કરી હતી. આ પહેલીવાર નથી જ્યારે સારાના ડેબ્યૂના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. સારાના બોલિવૂડમાં ડેબ્યૂના સમાચાર આવી ચૂક્યા છે. પરંતુ સચિને (Sachin Tendulkar) આ અફવાઓ પર એમ કહીને અંત લાવી દીધો કે તેની પુત્રી હજુ તેના અભ્યાસનો આનંદ માણી રહી છે. સચિને કહ્યું હતું કે સારાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રીના તમામ સમાચાર ખોટા છે. સારા તાજેતરમાં 16 એપ્રિલે ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાના બ્રેબોર્ન સ્ટેડિયમમાં જોવા મળી હતી, જ્યાં તે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ જોવા આવી હતી.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version