Site icon

સાઉથ અભિનેત્રી સામંથા એ કાઢી કરણ જોહર ની ઝાટકણી-નિષ્ફળ લગ્ન માટે અભિનેત્રી એ હોસ્ટ ની આ ફિલ્મને ગણાવી જવાબદાર

 News Continuous Bureau | Mumbai

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક સામંથા રૂથ પ્રભુને (Samantha Ruth Prabhu)હિન્દી સિનેમામાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને 'ધ ફેમિલી મેન'(The Family Man 2) અને 'પુષ્પા'ના 'ઓ એન્ટાવા' ગીતે સામંથાની ફેન ફોલોઈંગમાં અનેકગણો વધારો કર્યો છે.થોડા સમય પહેલા જ્યારે સામંથાએ નાગા ચૈતન્યથી છૂટાછેડા (divorce)લેવાની જાહેરાત કરી ત્યારે ચાહકો ચોંકી ગયા હતા.છૂટાછેડાની ઘોષણા પછી, ન તો સામંથાએ ક્યારેય આ વિશે ખુલીને વાત કરી કે ના નાગાએ ક્યારેય આ વિશે કોઈ નિવેદન આપ્યું છે, પરંતુ તાજેતરમાં જ અભિનેત્રીએ જણાવ્યું છે કે લગ્નજીવન કેમ નાખુશ હોય છે.

Join Our WhatsApp Community

વાત એમ છે કે, સામંથા ટૂંક સમયમાં કરણ જોહરના શો 'કોફી વિથ કરણ સીઝન 7'માં (Koffee with Karan 7)જોવા મળશે. જેનો એક પ્રોમો કરણે તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર શેર કર્યો છે. આ પ્રોમોમાં સામંથા પરિણીત જીવન વિશે વાત કરતી જોવા મળી રહી છે. પ્રોમોમાં અભિનેત્રી કહે છે, 'અનહેપ્પી મેરેજ (Unhappy marriage)નું કારણ તમે જ છો (એટલેકે કરણ જોહર) તમે જીવનને કભી ખુશી કભી ગમ (K3G) તરીકે જુઓ છો, પરંતુ વાસ્તવિક જીવન 'KGF' જેવું છે. સામંથાની વાત સાંભળીને કરણ પણ હસી પડે છે. સામન્થા અને કરણ જોહર વચ્ચેનો આ રમૂજી સંવાદ હાલ ઈન્ટરનેટ પર વાઈરલ(viral) થયો છે.આ એપિસોડ કઈ તારીખે રજૂ થશે એ હજી જાહેર કરાયું નથી.તમને જણાવી દઈએ કે આ શોમાં સામંથા અક્ષય કુમારની(Akshay Kumar) સાથે જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : સુષ્મિતા સેન ના ભાઈ સાથે થયો દગો-પત્ની ચારુ અસોપા એ પતિ થી છુપાવી આટલી મોટી વાત-જાણો વિગત

તમને જણાવી દઈએ કે 'કોફી વિથ કરણ 7'ના આ પ્રોમોમાં (Koffee with Karan 7 promo)આ સીઝનમાં આવનારા મહેમાનોની એક ઝલક પણ બતાવવામાં આવી છે. આ વખતે કરણના શોમાં આલિયા, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, સામંથા રૂથ પ્રભુ, અનન્યા પાંડે, શાહિદ કપૂર, રણવીર સિંહ, અનિલ કપૂર અને વરુણ ધવન જોવા મળવાના છે. 

 

Shahrukh khan: શાહરૂખ ખાને ૨૦૨૫ ની આ ફિલ્મને ગણાવી ‘દિલને સ્પર્શી જાય તેવું સર્જન’, જાણો કિંગ ખાને કઈ ફિલ્મના કર્યા વખાણ?
TGIKS 4: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ૪’ નું ધમાકેદાર ટ્રેલર આવ્યું! શું છે નવું, અને કઈ બાબતોમાં શો પાછળ પડી શકે છે? જાણો વિશ્લેષણ
Dhurandhar FA9LA Song: ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાની એન્ટ્રી પર વાગતું ‘FA9LA’ ગીત વાયરલ; જાણો બહેરીનના આ હિપ-હોપ ટ્રેકની રસપ્રદ કહાની
Dhurandhar : ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ ૩૬ વર્ષ જૂનો, પિતા વિનોદ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ સાથે થઈ તુલના
Exit mobile version