ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ડિસેમ્બર 2021
મંગળવાર
બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાને હિન્દી સિનેમામાં ફિલ્મ 'કેદારનાથ'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં તે ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળશે, જેમાં તે બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને ધનુષ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.જો કે સારા અલી ખાને પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું છે, પરંતુ તેની માતા એટલે કે અભિનેત્રી અમૃતા સિંહને તેની સાથે કામ કરવાનું પસંદ નથી. આ વાતનો ખુલાસો ખુદ સારા અલી ખાને પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.
સારા અલી ખાનને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે શું તે ક્યારેય તેની માતા સાથે ફિલ્મમાં જોવા મળશે. તેના જવાબમાં સારા અલી ખાને કહ્યું કે તેની માતાને તેની સાથે કામ કરવાનું પસંદ નથી. આનું કારણ જણાવતાં અભિનેત્રીએ કહ્યું કે, મને લાગે છે કે તે મારી માતા છે, તેથી મારી સાથે કામ કરવા માંગતી નથી.સારા અલી ખાને અમૃતા સિંહ વિશે વાત કરતાં કહ્યું, “જો શૉટ શૂટ કરતી વખતે મારા ચહેરા પર વાળ આવી જાય તો તે શૉટ બંધ કરીને મારા વાળ ઠીક કરશે. તે ઈચ્છે છે કે હું હંમેશા મારી શ્રેષ્ઠ દેખાઉ કારણ કે હું તેની પુત્રી છું. મને નથી લાગતું કે હું તેને આવી સ્થિતિમાં મુકવા પણ ઈચ્છું છું."
નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના લગ્નમાં રેખા પહોંચી. જુઓ તસવીરો
સારા અલી ખાને ઈન્ટરવ્યુ દરમિયાન માતા અમૃતા સિંહ અને પિતા સૈફ અલી ખાને આપેલી સલાહ વિશે પણ વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે તેના માતા અને પિતાએ સલાહ આપી હતી કે, "કોઈ પણ ફિલ્મ માત્ર બે કલાકની નથી હોતી, તે ઓછામાં ઓછા એક વર્ષ માટે હોય છે. જો તમે એક માણસ તરીકે અને એક અભિનેતા તરીકે તમારી ફિલ્મ માટે ઉત્સાહિત નથી, તો પછી ભલે અમે તેના વિશે શું કહીએ, તમારે તે ન કરવું જોઈએ."સારા અલી ખાને પિતા અને માતા વિશે વાત કરતા આગળ કહ્યું, "અમે નસીબદાર છીએ કે અમારું કામ અમારો શોખ છે." તમને જણાવી દઈએ કે સારા અલી ખાને તેના પિતા સૈફ અલી ખાનની ફિલ્મ 'લવ આજ કલ'ની રિમેકમાં કામ કર્યું હતું, જોકે આ ફિલ્મ સૈફ અલી ખાનની જેમ દર્શકોને પણ પસંદ નહોતી આવી .