ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 જુલાઈ, 2021
સોમવાર
બૉલિવુડ અભિનેત્રી સારા અલી ખાન ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય રહે છે. સારા જ્યાં પણ જાય છે ત્યાંની સુંદર તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ સારા અલી ખાન આસામના પ્રસિદ્ધ કામાખ્યાદેવી મંદિર પહોંચી હતી. તેણે મંદિરની અને પોતાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. સારાની તસવીરો જોઈને ઘણા યુઝર્સ તેને ધર્મ વિશે સવાલ કરી રહ્યા છે. સારાએ રવિવારે તસવીરો શૅર કરી જેમાં તે મંદિરની સામે ઊભી છે. તેણે વ્હાઇટ કલરનાં કપડાં પહેર્યાં છે અને ગળામાં આસામનો ટ્રેડિશનલ ગમછો પહેર્યો છે અને માથા પર તિલક લગાવ્યું છે. સારાની આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે, પરંતુ અમુક લોકોએ કમેન્ટ સેક્શનમાં સારાના ધર્મ પર સવાલ ઉઠાવ્યા છે. અમુક લોકોએ કહ્યું કે સારા મુસ્લિમ હોવા છતાં મંદિરમાં કેમ જાય છે? અમુક લોકોએ કહ્યું કે સારા મુસ્લિમ છે તો તેણે મંદિરમાં ના જવું જોઈએ.
મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો, બૉલિવુડના આ એક્ટરનું બિલ્ડિંગ થયું સીલ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે સારા અલી ખાને 2018માં સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘કેદારનાથ’થી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. ટૂંક સમયમાં સારા અક્ષયકુમાર અને ધનુષ સાથે ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે.