Site icon

પુત્રની કસ્ટડી મળ્યા બાદ શ્વેતા તિવારીનું નિવેદન સામે આવ્યું; કહી આ વાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હંમેશાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તેના પહેલા પતિ રાજા ચૌધરીથી છૂટાછેડા લીધા પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યાં અને બંનેએ એક પુત્ર રેયાંશનું સ્વાગત કર્યું. જોકે 2019માં શ્વેતાએ અભિનવ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો અને તેની પાસેથી છૂટાછેડા લીધા. એ બાદ રેયાંશની કસ્ટડી અંગે બંને વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી હતી. છેલ્લા ઘણા દિવસથી રેયાંશ શ્વેતા સાથે રહેતો હતો. અભિનવ સતત તેને મળવાનો પ્રયત્ન કરતો હતો અને તેના પુત્રને મળવાની વિનંતી કરતો વીડિયો પોસ્ટ કરતો હતો. તેણે શ્વેતા તિવારી પર આરોપ લગાવ્યો હતો કે કેવી રીતે અભિનેત્રી તેને તેના પુત્રને મળવા દેતી નથી. અભિનવ ખુલ્લેઆમ શ્વેતાને તેના દીકરાને તેની પાસેથી છીનવી લેવામાટે દોષ દેતો જોવા મળ્યો હતો. તાજેતરમાં બૉમ્બે કોર્ટે અભિનવને તેના પુત્ર રેયાંશ સાથે વાત કરવાની મંજૂરી આપી હતી.

હવે શ્વેતા તિવારીએ પુત્ર રેયાંશની કસ્ટડી મેળવ્યા બાદ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે અભિનવ કાયદેસર રીતે કસ્ટડી માટે લડી રહ્યો હતો ત્યારે દરેક જગ્યાએ હંગામો મચાવતો હતો. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં શ્વેતાએ કહ્યું, "આશા છે કે કોર્ટના આ આદેશથી અમારી સામે તેની સતામણી બંધ થશે." છેલ્લાં બે વર્ષમાં હું જ્યાં પણ ગઈ ત્યાં તે મને ફોલો કરતો હતો. તે દિલ્હી અથવા પુણે અથવા જ્યાં પણ હું મુસાફરી કરું ત્યાં પાછળ આવતો હતો. સારું થયું, હવે એ સમાપ્ત થશે. તે મારા શોમાં આવ્યા બાદ પણ ઘણો હંગામો મચાવતો હતો. તે મારા અને મારા બાળક બંને માટે માનસિક રીતે કંટાળાજનક હતું. તે દરેક જગ્યાએ માત્ર સીન ક્રિયેટ કરવા અને સાબિત કરવા માટે કે મારું બાળક મારાથી ખુશ નથી."શ્વેતાએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે રેયાંશ તેની સાથે હોય ત્યારે પણ અભિનવ તેને ખરાબ માતા સાબિત કરવા માટે વસ્તુઓ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરશે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે અભિનવ આટલેથી અટકશે નહીં અને સીન ક્રિયેટ કરશે અને ગમે ત્યારે તેના દરવાજે આવશે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ઓળખો આ અભિનેતાને જે સરદાર પટેલના રૂપમાં જોવા મળી રહ્યા છે

નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં શ્વેતાને લો બ્લડ પ્રેશરના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને અભિનવે આ અંગે પ્રતિક્રિયા આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. એક નોંધ શૅર કરતી વખતે તેણે અભિનેત્રીને વજન ઘટાડવા પર કટાક્ષ કર્યો હતો

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version