Site icon

સુંદરલાલે ફરીથી માય ડિયર જીજાજી ને કર્યા હેરાન-દયાબેન ની વાપસી ને લઇ ને કહી આ વાત

 News Continuous Bureau | Mumbai

'તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા' માં સુંદર લાલ (TMKOC sundarlal)નું પાત્ર એવું છે જે તેના જીજાજી ની સાથે છેડખાની કરતો રહે છે.સુંદર નું નામ આવતા જ જેઠાલાલ(Jethalal) ની શામત આવી જાય છે. સુંદરલાલનું પાત્ર લાંબા સમયથી શોમાં દેખાતું નહોતું, પરંતુ હવે દયાબેનના પરત ફરવાના સમાચાર આવતા જ અમદાવાદથી (Ahmedabad)મુંબઈ (Mumbai)સુધી હલચલ મચી ગઈ છે.

Join Our WhatsApp Community

જ્યારે પણ જેઠાલાલ અને સુંદરલાલ સામસામે આવે છે ત્યારે જાણે જેઠાલાલની સાડાસાતી શરૂ થઈ જાય છે અને હવે સુંદરલાલ પોતે મુંબઈ(Mumbai) આવી રહ્યો છે, પરંતુ આ બધામાં સારી વાત એ છે કે તે દયાબેનને (Dayaben)લઈને આવી રહ્યો  છે, જેના કારણે ટપ્પુના પિતાને ખૂબ જ આનંદ થાય છે. તે ઉત્સાહિત અને ખુશ અને આતુરતાથી દયા ના આવવાની રાહ જોઈ રહ્યો છે. પણ દયાબેન મુંબઈ (Mumbai)આવે તે પહેલા જેઠાલાલ દયા સાથે ફોન પર વાત કરવા માંગે છે, પણ સુંદરલાલ કબાબમાં ફરી હડ્ડી બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો : જપ નામ જપ નામ-બાબા નિરાલાએ દર્શકોના જીતી લીધા દિલ-એક બદનામ… આશ્રમ 3 ને આટલા મિલિયન મળ્યા વ્યુઝ

હવે સવાલ એ છે કે શું ખરેખર દયાબેન ની  વાપસી(Dayaben back in show) થશે કે પોપટલાલના લગ્નને લઈને દર વખતની જેમ આ વખતે પણ દર્શકોની લાગણી સાથે રમત રમાશે. ન તો પોપટલાલ લગ્ન કરી રહ્યા છે કે ન તો દયાબેન પાછા આવી રહ્યા છે. બીજી તરફ જો દયાબેન પરત ફરે છે તો પણ એક પ્રશ્ન હજુ પણ ઉભો છે કે શું દિશા વાકાણી (Disha Vakani)આ શોનો હિસ્સો બનશે કે પછી બીજી કોઈ અભિનેત્રી ને તેને સ્થાને લેવામાં આવી છે અને જો તેમ થશે તો નવા દયાબેન કોણ હશે અને શું તે આ પાત્રને ન્યાય આપશે. આ પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના જવાબો ચાહકો વહેલી તકે જાણવા માંગે છે.

 

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version