ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર 2021
શુક્રવાર
ટીવીના પ્રખ્યાત કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળેલા દરેક પાત્રની ફેન ફોલોઈંગ અલગ છે. તેમજ, આ શોમાં ભીડે ભાઈની પુત્રી 'સોનુ'નું પાત્ર ભજવતી અભિનેત્રી પલક સિંધવાની પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે દરરોજ રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. હાલમાં જ તે પોતાની આવી જ એક પોસ્ટ માટે હેડલાઈન્સમાં આવી છે. 23 વર્ષની પલક એ હાલમાં જ નવું ઘર ખરીદ્યું છે, જેની માહિતી તેણે તેના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી છે.
પલક એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા તેણે જણાવ્યું છે કે તે થોડા સમય પહેલા નવા ઘરમાં શિફ્ટ થઈ છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પલક ના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. પ્રશંસકોની સાથે સાથે અનેક સેલિબ્રિટીઓ પણ પલકની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને અભિનંદન આપી રહ્યા છે.
પલક તેના ઘરના આ લેટેસ્ટ ફોટોમાં લિવિંગ રૂમમાં બેઠેલી જોવા મળી રહી છે. તેની તસવીરમાં ખૂબ જ આલીશાન ફર્નિચર પણ દેખાય છે. જણાવી દઈએ કે પલક થોડા વર્ષોથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડાયેલી છે. ખૂબ જ નાની ઉંમરમાં પલક એ પોતાની અભિનય પ્રતિભા દ્વારા ચાહકોના દિલ જીતી લીધા છે. 'સોનુ'ના રોલમાં દર્શકો તેને પસંદ કરે છે એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે.