Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી ને જ્યારે એક વ્યક્તિએ એક રાતની કિંમત પૂછી ત્યારે મુનમુન દત્તાએ આપ્યો તેનો આ રીતે જવાબ 

News Continuous Bureau | Mumbai

છેલ્લા 14 વર્ષથી લોકોના દિલો પર રાજ કરનાર સિરિયલ  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના('Taarak Mehta Ka oolta Chashma') દરેક પાત્રે આજે ઘણી ખ્યાતિ મેળવી છે. પરંતુ બબીતા ​​જી(Babitaji) એટલે કે શોની અભિનેત્રી(TV actress) મુનમુન દત્તાની(Munmun Dutta) વાત અલગ છે. શોમાં મુનમુન જેટલો પોતાનો જીવ રેડે છે તેટલી જ તે રિયલ લાઈફમાં પણ દર્શકો સાથે જોડાણ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ કેટલીકવાર અભિનેત્રીની સાદગી જોઈને લોકો પોતાની મર્યાદા ભૂલી જાય છે. આવું જ કંઈક થયું જ્યારે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા(Social media) પર મુનમુન દત્તાને બેહુદો સવાલ પૂછ્યો. પરંતુ કદાચ તે યુઝરે વિચાર્યું પણ ન હતું કે અભિનેત્રી તેને આટલો યોગ્ય જવાબ આપશે.

Join Our WhatsApp Community

અભિનેત્રી મુનમુન દત્તા એટલી ફેમસ છે કે તેની દરેક તસવીર અને વીડિયો વાયરલ(Viral video) થઈ જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે અભિનેત્રી ના કોમેન્ટ બોક્સમાં(Comment box) વખાણની લાઇન છે. પરંતુ કેટલાક અસામાજિક લોકો પણ અહી અસંસ્કારી ટિપ્પણીઓ(Rude comments) લખતા ખચકાતા નથી. આવું જ કંઈક તેની એક પોસ્ટ સાથે થયું, જ્યારે તેણે ટ્રેડિશનલ સ્ટાઈલમાં(Traditional style) એક તસવીર શેર કરી. આ તસવીરને લાખો લોકોએ પસંદ કરી પરંતુ તે જ સમયે એક વ્યક્તિએ તેની તમામ હદ વટાવી દીધી અને તેને તેની એક રાતની કિંમત પૂછી.આવી સ્થિતિમાં, આપણે ઘણીવાર જોઈએ છીએ કે સેલેબ્સ મૌન રહે છે અને ટ્રોલર્સ ની અવગણના કરે છે. પરંતુ આ વખતે અભિનેત્રી એટલી ગુસ્સામાં આવી ગઈ કે તે કાબૂમાં ન રહી શકી. મુનમુને આ ટ્રોલરને ઘણું કહ્યું હતું. "તને બ્લોક કરતા પહેલા તને તારી ઓકાત બતાવવાની હતી. જો તું બહાદુર હોય, તો આગળ આવ અને વાત કર. મને લાગ્યું કે તને બ્લોક કરતા પહેલા તારી ઓકાત બતાવવી વધુ સારું રહેશે. શું તું અભણ માણસ છે? હવે તારા કદરૂપા ચહેરા સાથે અહીં થી જ અને બીજે જઈ ને ગંદગી ફેલાવ ."

આ સમાચાર પણ વાંચો : સિરિયલ અનુપમા માં આવશે મોટો ટ્વિસ્ટ-પોતાના પતિ અનુજ અને દીકરી અનુ કે કિંજલ અને તેની દીકરી આર્યા કોની સંભાળ રાખશે અનુપમા-જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે 

તમને જણાવી દઈએ કે’ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ભારતીય ટેલિવિઝન(Indian Television) ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલતા ટીવી શો માંથી એક છે. આ શો છેલ્લા 14 વર્ષથી સતત ટેલિકાસ્ટ થઈ રહ્યો છે. ગોકુલધામ સોસાયટીમાં રહેતા પરિવારોની આ વાર્તા છે. જેમાં ભારતની વિવિધતા અને એકતા નજરે પડે છે.

 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version