Site icon

ટીમ ઈન્ડિયાના અંગ્રેજી બોલવા અંગે ટ્વીટ કરીને ફસાયા તારક મહેતાના નિર્માતા અસિત મોદી- ક્રિકેટ ચાહકોએ લઈ લીધા આડે હાથ- આપ્યા આવા જવાબ

News Continuous Bureau | Mumbai

એશિયા કપ ૨૦૨૨માં (Asia cup 2022)ભારતની જીત(India win) પર દેશવાસીઓ ઉજવણી કરી રહ્યા હતા. દરેક જગ્યાએ ખુશીનો માહોલ હતો. ભારતે પાકિસ્તાનને(pakistan) પાંચ વિકેટથી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યા ઘણું જ સારું રમ્યો હતો અને તેને કારણે ટીમ ઇન્ડિયા(team India win) જીત્યું હતું. ભારતની આ જીતને ઉજવણી પર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડ્યૂસર અસિત મોદીએ(Asit Modi) અલગ જ મુદ્દો ઉઠાવ્યો હતો અને સોશિયલ મીડિયા યુઝર્સે તેમને ટ્રોલ (troll)કર્યા હતા. આસિત મોદીએ ટીમ ઇન્ડિયાને સવાલ કર્યો હતો. આસિત મોદીએ પોસ્ટમાં કહ્યું હતું, 'પાકિસ્તાની ક્રિકેટર મોટાભાગે પોતાની માતૃભાષા હિંદી(Hindi) તથા ઉર્દૂમાં વાત કરતા હોય છે અને આપણા ક્રિકેટર મોટાભાગે અંગ્રેજીમાં (english)બોલે છે, તમે આ અંગે શું વિચારે છે?' 

Join Our WhatsApp Community

 

આસિત મોદીનો આ સવાલ સોશિયલ મીડિયામાં વાયરલ (viral)થયો છે. અનેક યુઝર્સે આસિત મોદીને ટ્રોલ કર્યા હતા તો અનેકે આસિત મોદીની મજાક ઉડાવી હતી.

એક યુઝરે કહ્યું હતું, 'તેમને અંગ્રેજી આવડતું જ નથી.' અન્ય એકે કમેન્ટ કરી હતી, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના અપકમિંગ એપિસોડમાં(TMKOC upcoming episode) આ જ મુદ્દો રાખો અને તેને બબલ ગમની જેમ ખેંચે રાખજાે.' અન્ય એક યુઝરે કહ્યું હતું, 'તે અંગ્રેજીમાં બોલતા નથી, કારણ કે તેમને અંગ્રેજી આવડતું જ નથી.

આ સમાચાર પણ વાંચો : આખરે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને રોકડું પરખાવી દીધું- કહ્યું- આતો દુકાન છે- કર્મચારીઓ માટે આ કામ કરો

એક યુઝરે કહ્યું હતું કે અંગ્રેજીમાં જવાબ આપવાથી ક્રિકેટ(cricket) રમતા દેશના ખેલાડીઓ સુધી સંદેશ પહોંચાડી શકાય છે. પાકિસ્તાનના(Pakistan) મોટાભાગના ખેલાડીઓને અંગ્રેજી આવડતું નથી. અન્ય એકે કહ્યું હતું કે ભારતે (India)હિંદી પ્રમોટ કરવું જાેઈએ. અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે હાર્દિક પંડ્યા તથા રવીન્દ્ર જાડેજા લોકલ ભાષા ગુજરાતીમાં વાત કરતા હતા. ઘણાં યુઝરે અસિત મોદીને સલાહ આપતા કહ્યું હતું કે પહેલા તમારો શો સંભાળો અને પછી બીજા વિશે બોલો.

અન્ય એક યુઝરે દયાબેનને વચ્ચે લાવતા કમેન્ટ(comment) કરી હતી કે તમે દયાભાભીને પરત લાવવા અંગે ફોકસ કરો. મોટાભાગના યુઝર્સે એમ જ કહ્યું હતું કે પાકિસ્તાની કિક્રેટર્સને અંગ્રેજી આવડતું નથી અને તેથી જ તેઓ પોતાના માતૃભાષામાં વાત કરે છે. 

આ સમાચાર પણ વાંચો : ગણેશ ઉત્સવ માટે મુંબઈના આ મંડળે કરાવ્યો વીમો- સ્વયંસેવકો સહિત ભક્તો માટે પણ લીધો ઈન્શ્યોરન્સ- આકંડો જાણીને આંખો થઇ જશે પહોળી

આસિત મોદીનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (TMKOC)તો શોને વર્ષોથી લોકોનો પ્રેમ મળી રહ્યો છે. અત્યારે શો શૌલેષ લોઢાના કારણે ચર્ચામાં છે. તેમણે વર્ષો પછી આ શોને અલવિદા કહી દીધું છે. તેમની અને આસિત મોદી વચ્ચે કોલ્ડ વૉર (cold war)ચાલી રહ્યું છે. તારક મહેતાથી અત્યારે બે લોકો નારાજ છે. એક છે દયાબેન અને તારક મહેતા. આશા છે કે બંને શોમાં જલ્દી જાેવા મળશે અને તેમના કાસ્ટિંગ પર ર્નિણય લેવામાં આવે.

Akshay Kumar: આરવને અભિનેતા બનતા જોવા માંગે છે અક્ષય કુમાર, પણ પિતાની ઈચ્છા થી અલગ આ કામ કરવા માંગે છે પુત્ર
Jaya Bachchan: દુર્ગા પંડાલમાં કાજોલને જોઈને ખુશ થઇ ગઈ જયા બચ્ચન,બંને નું ખડખડાટ હાસ્ય જોઈને લોકો એ આપી આવી પ્રતિક્રિયા
The Raja Saab Trailer: સંજય દત્ત ના ખૂંખાર લુક સાથે પ્રભાસની હોરર-કોમેડી ‘ધ રાજા સાબ’ નું ટ્રેલર થયું રિલીઝ
Aishwarya Rai Viral Video: પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાય એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ
Exit mobile version