Site icon

દિશા વાકાણીએ માધુરી સાથે કેટલીક ફિલ્મોમાં કામ કરેલું, એ તમને ખબર છે? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ ઑગસ્ટ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની ફૅમસ કિરદાર દયાબહેન ભલે શો છોડી ચૂક્યાં હોય, પરંતુ દર્શકો હંમેશાં તેમને યાદ કરે છે. તેઓ હંમેશાં એવી માગ કરે છે કે દયાબહેન સિરિયલમાં પાછાં આવી જાય, પરંતુ તેઓ હજુ સુધી સિરિયલમાં પરત ફર્યાં નથી. દયાબહેનનો કિરદાર નિભાવવાવાળી દિશા વાકાણીની આ પહેલી હિન્દી સિરિયલ હતી. દિશાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેમાં તેણે માધુરી દીક્ષિતની સાથે ફિલ્મ લજ્જાઅને દેવદાસમાં કામ કરેલું. માધુરીનો ડાન્સ જોઈને દિશા વાકાણીને પણ ડાન્સ શીખવાની ઇચ્છા થઈ હતી અને તેણે ડાન્સ શીખ્યો પણ હતો. આ વાતનો ખુલાસો દિશાએ BBCને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. તેણે કહ્યું હતું કે હું ડાન્સ ના શીખી શકી. મને કથક બહુ પસંદ છે, તેથી મને માધુરી દીક્ષિત બહુ પસંદ છે. મેં ફિલ્મ લજ્જાઅને દેવદાસમાં માધુરી દીક્ષિત સાથે કામ કર્યું છે. મને આજે પણ યાદ છે કે જ્યારે માધુરી સાથે ફોટો લેવા માટે હું સાથે ઊભી રહી ત્યારે મારા ગળામાંથી અવાજ જ ના નીકળ્યો.દિશા વાકાણી માધુરી દીક્ષિતની બહુ મોટી ફેન રહી છે. જ્યારે તે પહેલીવાર માધુરી દીક્ષિતને મળી હતી ત્યારે તે એટલી નર્વસ થઈ ગઈ હતી  કે તે કંઈ બોલી જ ન શકી.

TRPમાં કઈ સિરિયલ સૌથી આગળ છે અને કઈ સિરિયલ Top 5માં? કયો શો દર્શકોને સૌથી વધુ પસંદ છે? જાણો આ રિપૉર્ટમાં વિગતવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબહેન એક ખાસ લહેકામાં વાત કરતાં જોવા મળે છે. દિશાનો સામાન્ય અવાજ આ અવાજથી બિલકુલ જ અલગ છે. તેણે જણાવ્યું હતું કે અવાજ બદલવામાં તેને કોઈ તકલીફ પડી ન હતી, કેમ કે તે એક વૉઇસ આર્ટિસ્ટ રહી ચૂકી છે.

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version