Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો માં થઇ આવી ભૂલ, નિર્માતા સહિત સમગ્ર ટીમે તાત્કાલિક માંગવી પડી માફી: જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) એક એવો શો છે જેની લોકપ્રિયતા સમય સાથે વધી રહી છે. SAB ટીવી પર પ્રસારિત થતા આ શોનો ચાહક વર્ગ પણ ઘણો સારો છે. દરેક ઉંમરના લોકો આ શો જોવાનું પસંદ કરે છે. પરંતુ હાલમાં  પ્રસારિત થયેલા એપિસોડમાં મેકર્સે ભૂલ કરી હતી, જેના કારણે તેમણે માફી (apologies) માંગવી પડી હતી. આ ભૂલ સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) સાથે સંબંધિત હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શું જ્હાન્વી કપૂરનું નામ 'જુદાઈ'માં ઉર્મિલા માતોંડકરના પાત્ર પરથી રાખવામાં આવ્યું હતું? અભિનેત્રીએ કર્યો આ અંગે ખુલાસો

વાસ્તવમાં એવું બન્યું હતું કે શો માં બતાવવામાં આવ્યું હતું કે આખી ગોકુલધામ સોસાયટી (Gokuldham society) ક્લબમાં એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન બધા જૂના જમાનાના ગીતો વગાડીને તેમની ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન લતા મંગેશકરનું (Lata Mangeshkar) ગીત 'એ મેરે વતન કે લોગોં' પણ વગાડવામાં આવ્યું હતું. આ ગીત વિશે વાત કરતાં શ્રી ભિડેએ (Mr. Bhide) કહ્યું કે આ ગીત 1965માં રિલીઝ થયું હતું અને જ્યારે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ (PM Jawaharlal Nehru) લતા મંગેશકરને આ ગીત ગાતા સાંભળ્યા ત્યારે તેમની આંખો માં પાણી આવી ગયા હતા. 

શોમાં ઉલ્લેખિત ગીતની રિલીઝ ડેટ (release date)ખોટી હતી, તેથી શો ટ્રોલ (troll) થવા લાગ્યો હતો. આ પછી, શોના નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ (social media account) પર એક પોસ્ટ શેર કરીને આ ભૂલ માટે માફી માંગી. તેણે લખ્યું કે અમે અમારા શુભેચ્છકો, ચાહકો અને દર્શકોની માફી માંગવા માંગીએ છીએ. આજના એપિસોડમાં, અમે 'એ મેરે વતન કે લોગોં'ની રિલીઝ ડેટ 1965 જણાવી છે. આ ગીત 26 જાન્યુઆરી 1963ના રોજ આવ્યું હતું. અમે અમારી ભૂલ સુધારીને કરીએ છીએ અને ભવિષ્યમાં એવું ન થાય તેની કાળજી રાખીશું. તમારો અસિત મોદી (Asit Modi) અને તારક મહેતાની આખી ટીમ (Tarak mehta team)..

 

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version