Site icon

શર્ટલેસ ફોટોના કારણે તુષાર કપૂર થયો ટ્રૉલ, યુઝર્સે કરી આ કમેન્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

બૉલિવુડ અભિનેતા તુષાર કપૂર આજકાલ તેની કેટલીક તસવીરોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેતાએ તેની શર્ટલેસ તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી, ત્યાર બાદ નેટિઝન્સ તુષારના આ ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે. બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા જિતેન્દ્રના પુત્ર તુષારની આ શર્ટલેસ તસવીર ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહી છે.

અભિનેતા તુષાર કપૂરે તેની બે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. ફોટા શૅર કરતી વખતે તેણે કોઈ કૅપ્શનનો ઉપયોગ કર્યો નથી. શૅર કરેલી સેલ્ફી જોઈને નેટીઝન્સ તેને તેની ઉંમર માટે ટ્રૉલ કરી રહ્યા છે. આ સિવાય અભિનેત્રી સેલિના જેટલીએ પણ અભિનેતાની રમૂજી ટિપ્પણી કરી હતી. સેલિનાએ લખ્યું : હમદર્દનું ટૉનિક સિંકરા વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. જ્યારે એક યુઝરે લખ્યું : ઓલ્ડ હો ગયે ગુરુ. બીજાએ લખ્યું : ઓલ્ડ લગ રહે હો રામુ કાકા.

જાણો બોલીવૂડની બિગ બજેટ એવી 4 ફિલ્મો વિશે, જેણે લખલૂટ ખર્ચ કર્યા અને ફિલ્મ ભપ્પ થઈ ગઈ.

તમને જણાવી દઈએ કે તુષાર કપૂરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2001માં ફિલ્મ 'મુઝે કુછ કહેના હૈ'થી કરી હતી. આ ફિલ્મમાં તુષારની સામે કરીના કપૂર હતી. આ ફિલ્મ માટે તુષારને બેસ્ટ મેલ ડેબ્યૂ ઍક્ટરનો ઍવોર્ડ મળ્યો હતો. આ પછી તુષારે 'ક્યા દિલ ને કહા', 'યે દિલ', અને 'કુછ તો હૈ' ફિલ્મમાં અભિનય કર્યો, પરંતુ તેની તમામ ફિલ્મો એક પછી એક ફ્લોપ રહી. આ પછી તુષારે રોહિત શેટ્ટીની ફિલ્મ 'ગોલમાલ'માં કામ કર્યું, જે બ્લૉકબસ્ટર હિટ બની. આ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી. તુષારે તેની બંને સિક્વલમાં કામ કર્યું હતું. પછી તે માત્ર કેટલીક ફિલ્મોમાં દેખાયો. એ પછી તેણે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.

Rashmika Vijay Real Name:લગ્ન બાદ રશ્મિકા અને વિજયના અસલી નામ થયા વાયરલ: શું તમે જાણો છો આ ફેમસ કપલના પૂરા નામ? ઇન્ટરનેટ પર શરૂ થઈ ચર્ચા
PM Modi Selfie Fauda Stars: PM મોદી અને ‘Fauda’ ફેમ લિયર રાઝની મુલાકાત: પીએમએ સેલ્ફી સાથે આપ્યું એવું નિવેદન કે કલાકારો પણ હસી પડ્યા!
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Exit mobile version